આગવા અંદાજ નો દ્રષ્ટિકોણ

આગવા અંદાજ નો દ્રષ્ટિકોણ
મારી નજરે

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2011

આધ્યાત્મ વિશે ટુંક માં


હવે જોઇશું આપણે આધ્યાત્મ વિશે .......
આ મુદ્દો આપણે પહેલાં જ જોઇ ગયા હોત તો બધી વાતો અધ્ધર પણ જઇ શકે પણ વિજ્ઞાન અને ઇષ્વર નો મુદ્દો જોયા પછી
વૈજ્ઞાનિકો, તત્વચિંતકો નાં એક શક્તિ નાં હોવાપણા નાં સ્વીકાર પછી એને ફોલો કરવા માટે ની થીયરી એટલે કે "આધ્યાત્મ" વિશે ખુબ જ સંક્ષીપ્ત માં જોઇશું

આધ્યાત્મ વિશે ટુંક માં
===============



અક્ષરં બ્ર્હમ પરમં સ્વભાવોઅધ્યાત્મમુચ્યતે !
અર્થાત
પરમ અક્ષય(જેનો ક્યારેય ક્ષય નથી થતો ) એ "બ્ર્હમ" છે (સમગ્ર સૃષ્ટી નું સંચાલન કરનાર "શક્તિ" તરીકે જેનો હોવા પણાનો અભિગમ આપણે જોયો)
અને (મનુષ્ય) પોતાનુ સ્વરુપ અર્થાત જીવાત્મા ( જીવ) "આધ્યાત્મ" નામે ઓળખાય છે .

મનુષ્ય સમસ્ત સૃષ્ટી ના પ્રાણી ઓ માં નુ એક અલગ પ્રકાર નુ પ્રાણી છે બધાં પ્રાણી ઓ માં જીવ તો હોય છે જ પણ મનુષ્ય ની બુધ્ધિ બધાં પ્રાણી ઓ કરતા શ્રેષ્ઠ છે
મનુષ્ય ની જેમ બીજાં પ્રાણી ઓ વિચારી નથી શકતા અથવા એમને ફક્ત ભુખ લાગે છે ખાય છે અને ઇન્દ્રીયગત કાર્યો ફક્ત કરી શકે છે , બધાં જ જીવો કોષો નાં સમુહ નાં બનેલાં છે પણ મનુષ્ય અન્ય પ્રાણી ઓ કરતા અલગ છે એનો જે જીવ છે એ બીજા પ્રાણી ઓ કરતા ભિન્ન છે એટ્લે જ મનુષ્ય઼ આટલી પ્રગતી કરી શક્યો છે
અને એટલે જ મનુષ્ય નાં જીવાત્મા ને અલગ રીતે જોવા માં આવે છે એમાં મન, બુધ્ધિ જેવી અલગ જ પ્રકાર ની વસ્તુ ઓ છે જે બીજા પ્રાણી ઓ કરતા ચઢીયાતી અને અનેક શક્તિઓ થી યુક્ત છે
જેવી રીતે સમગ્ર સૃષ્ટી નું સંચાલન કરનાર "શક્તિ" છે એજ શક્તિ નાં અંશ મનુષ્ય નાં જીવ માં છે અને એટલે જ મનુષ્ય સહુ પ્રાણી ઓ માં સહુ થી વધારે બુધ્ધિશાળી પ્રાણી છે જે અત્યાર સુધી માં સાબીત પણ થયુ છે

એ જીવ ને પ્રકૃતિ નાં અંશો સાથે મેળવણ કરવુ અથવા એની સમાંતરે ચાલવું અને પ્રકૃતિ નાં ગુણો ને અનુસરી ને એ શક્તિ નાં સમીપ જવાનાં અને એને સમજવાનાં એને પામવાનું તત્વજ્ઞાન અથવા તાર્કિક આધાર એ "આધ્યાત્મિકતા" છે

ભૌતિકશાસ્ત્ર ની દષ્ટી એ જેને પાંમી નથી શકાતું તો ફક્ત ન પામી શકવા ના લીધે નકારી પણ નથી શકાતુ અને એનો સ્વીકાર પણ કરવો પડે છે એક એવી બાબત ને સાઇકોલોજીકલ થીયરી દ્વારા શોધવાની કોશિષ જે સ્વામી વિવેકાનંદ જેવાં તત્વજ્ઞાની ઓ કરી શક્યા અને એ શક્તિ સાથે એકાત્મકતા નો ભાવ/ સમીપત્વ નો ભાવ સાધી શક્યા એ છે આધ્યાત્મિકતા ...!!!


જેમ કે નંબર .... જેનો પ્રથમ છેડો શૂન્ય છે અને પછી એ ૧ થી શરુ થાય છે અને પછી ...... અનંત .... !!! આધ્યાત્મ એ એ શક્તિ નાં સમીપે જવાનાં નંબરો ની સાથે ચાલવા નાં અને એમાં એક્યરુપ સાધવા નું તત્વજ્ઞાન છે જે માનવીય મન પર નાં સંયમ અને શિષ્ય઼ાચાર દ્વારા સામાન્ય માનવી પણ એને અનુસરી ને એનાં અહોભાવ ને માણી શકે છે એ માટે એમં ઉંડા ઉતરવું પડે એ બાહ્ય અને ભૌતિક દ્ર્ષ્ટીકોણ થી ક્યારેય સંભવ ના બની શકે ..!!

એવું પણ નથી કે કે આધ્યાત્મ ધાર્મિક પુસ્તકો ની મનઘડંત કહાણીઓ જ છે તેનાં ઉપર વૈજ્ઞાનીક રીસર્ચ પણ થયી છે અને એ ચાલ્યા જ કરે છે
વૈજ્ઞાનીક સાપેક્ષવાદ નાં સિધ્ધાંતો ને સાંકળતી અને ભૌતિકશાસ્ત્ર નાં વૈજ્ઞાનીક સિંધ્ધાંતો ને અનુસરતી યોગ અને આધ્યાત્મ વિષયક પુસ્તકો યોગાનંદજી (રાંચી) એ લખ્યાં છે
૧. ઓટોબાયોગ્રાફી ઓફ યોગી
૨. ધ હોલી સાયન્સ ( બાઇબલ અને સનાતન ધર્મ ને નાં મુખ્ય ઉપદેશો ને વેદો મુજબ સમતોલન)
૩. વ્હીસપર્સ ઓફ એન્ટરનીટી
તેમનું યોગ અને આધ્યાત્મ વિષયક વર્લ્ડ રીલીઝીયસ કોનફરન્સ , ધ સીટી ઓફ સ્પાર્ટો માં વ્યાખ્યાન
અમેરિકા માં સેલ્ફ રીયલાઇઝેશ ફોલોશિપ લોસએંજેલસ કેલિફોર્નિયા માં એમની પ્રણાલિકાઓ
ગણિત નાં નિયમો ની જેમ યોગ અને આધ્યાત્મ નું નવુ રુપ જે કોઇ પણ વ્યક્તિ એનો અનુભવ કરી શકે

એવી જ રીતે આધ્યાત્મ ને આધુનિક પ્રણાલિકા આપનાર મહર્ષિ મહેશ યોગી (જબલપુર મધ્ય પ્રદેશ) લીખીત
The Science of Being and Art of Living (1963)
Meditations of Maharishi Mahesh Yogi (1968)

આધ્યાત્મ નાં વિષય પર લખાયેલા આ પુસ્તકો ને અમેરિકા નાં બીટલ ગ્રુપ ને પ્રભાવિત કરી શક્યા અને આધુનિક મનોચિકીત્સકો એ એને મન ને ખુબ શાંતિ અપાવનારા આંતરિક આનંદ ઉતપ્ન્ન કરનારા અને જીવનશક્તિ ને વર્ધિત કરનાર ગણાવ્યા ...!!

જ્યાં નાસ્તિક વિચારધારા ધરાવતા "ગૌતમ બુધ્ધ" આધ્યાત્મિક શક્તિ ઓ વડે બોધિસત્વ પ્રાપ્ત કરી ને પોતે "ભગવાન બુધ્ધ" તરીકે પ્રસ્થાપિત થયી શકે છે પોતાના માં રહેલા ઇષ્વરિય અંશ ને દુનિયા ની સામે મુકી શકે છે એ છે આધ્યાત્મ ...!!!
સ્તોત્ર : બૌધ્ધ ફેનોમેનોલોજી : અ ફીલોસોફીકલ ઇન્વેસ્ટીગેશન ઓફ યોગકારા બૌધ્ધિસ્મ
અને ધ ઓરિજીન ઓફ બૌધ્ધિસ્ટ મેડીટેશન (એલેક્ઝાંડર વેન)


સ્વામિ વિવેકાનંદ જેવા ઐતિહાસિક મહામાનવે આ દિશા માં ખુબ ઉંડાણ પુર્વક નાં અભ્યાસુ થયી ગયા જેઓ ખરેખર સાચા માનવતાવાદી હતા જ્યોતિષશાસ્ત્ર જેવી બાબતો માં ક્યારેય વિષ્વાસ નહોતો કર્યો અને સમાજ ને અંધશ્રધ્ધાઓ માં મુક્ત કરવ નાં ઉત્તમ પ્રયાસો કર્યા હતા જે આજે પણ જગવિખ્યાત છે એમણે ભારતીય સંસ્કૃતી નાં "વિશ્વ" ને દર્શન કરાવ્યા હતા ...એ પોતે શરુઆત માં એમના ગુરુ "રામકૃષ્ણ પરંમહંસ" ની ઇષ્વરીય શ્રધ્ધા પર સવાલ ઉઠાવી ચુક્યા હતા અને એમની વાત ને રદિયો આપ્યો હતો પણ તેઓ સાચા ગુરુ નાં સાચા શિષ્ય હતા જેમને સાચુ જ્ઞાન આપી શક્યા અને એઓ ગ્રહણ પણ કરી શક્યા જેઓ માનતા હતા કે "દરેક જીવ માં ઇષ્વર છે"
ભારતિય સંસ્કૃતિ માં તેઓ ઉંડાણ માં ઉતર્યા પછી નકામી બાબતો ને ફગાવી પણ હતી અને ગેરમાન્યતાઓ થી બહાર આવવા માટે સમાજ ને નવો પથ દેખાડ્યો હતો
આ હતો સાચો "બુધ્ધિવાદ"


હવે વિચારીય઼ે બુધ્ધિવાદ માટે ..

ચાલી રહેલા આધુનિક પ્રવાહો માં જૂનવાણી પાયાહીન વિચારો , ને ત્યજી ને અંધશ્ર્ધ્ધાઓ માં ન માનતા એ બાબતે વૈજ્ઞાનિક અભિગમ ખુબ જ જરુરી છે અને એ વાત ને આજ ની પેઢી સમજી પણ શકે છે કારણ કે હવે આજ ની પેઢી અભણ પણ નથી રહી છંતા ઇષ્વર હોવા ના હોવા ની બાબત વિશે આપણે વૈજ્ઞાનિકો નાં મત પણ આગળ નાં લેખ માં જોઇ ગયા અને ખુદ વિજ્ઞાન પણ પોતાની મર્યાદા ઓ ને જાણે છે અને એટલે જ ડો. અબ્દુલ કલામ જેવા ઐતિહાસિક મહામાનવો ઇષ્વર પ્રત્યે શ્રધ્ધા ની વાત કરે છે "પ્રાર્થના" ની શક્તિ ને માને છે અને એ "અવિવેકી" બાબત નથી એટલે જ બુધ્ધિવાદ નાં નામે નકરી નાસ્તિકતા નું "ડીંડક" હાકવું એ કેટલે અંશે વ્યાજબી બને ??

ક્યાંક ક્યાંક તો લોકો ને એટલી બધી મોટી "ગેરસમજો" ઘર કરી ગયી છે કે નાસ્તિકતા એટલે વિજ્ઞાન એટલે કે વૈજ્ઞાનિક અભિગમ ને સ્વીકારવા માટે પ્રથમ નાસ્તિક બનવું પડે
અને વિજ્ઞાન સાથે આસ્તિકતા નો કોઇ લેવા દેવા નથી ........ આવી માન્યતા ઓ કેટલાયે લોકો ને "ઘર" કરી ગયી છે .... એ કેટલો "બુધ્ધિવાદ" ગણાશે ??

જ્યાં જે ધાર્મિક ગ્રંથો* (ગીતા ,કુરાન કે બાઇબલ) ન્યાય પ્રણાલીમાં આસ્થા ને માન્ય ગણી પવિત્ર પુસ્તક તરીકે માન્યતા અપાય છે એ વિશે ટીપ્પ્ણી ઓ કરી ને ધાર્મિકો વિરુધ્ધ કટ્ટરતા નાં બીજ રોપવા એ કેટલો બુધ્ધિવાદ છે?
(* ધાર્મિક ગ્રંથો વિશે આગળ નાં આર્ટીકલ માં વિસ્તૃત રીતે જોઇશું આપણી સંસ્કૃતિ માં)


વૈજ્ઞાનિક અભિગમ નો મતલબ એ નથી કે જે હજુ સુધી વિજ્ઞાન શોધી નથી શક્યું અને નકારી પણ નથી શક્યું છતાં માનવું પડે છે ત્યાં કોઇ પણ તર્ક પણ નથી ચાલી શ્કતું એવી બાબતો નો મુદ્દો ઉઠાવી ને નાસ્તિકતા નો પ્રચાર કરવો, આ તો એવી વાત થયી કે પહેલાં ધર્મો અંદરો અંદર ઝઘડતા હવે નાસ્તિકો/ આસ્તિકો ??? ખરેખર તો જે લોકો "રેશનાલીઝ્મ" ના પાયા નાં વિચારો ને જાણે છે એ લોકો ખુબ જ સહજતા થી જાણે છે અને માને છે કે "સંસ્કૃતિ" ને સાથે રાખી ને આસ્તિકતા નો વિરોધ કર્યા વગર આસ્તિક બાબતો માં રહેલી નકામી બાબતો ને સાચા અભિગમ વડે દુર કરી ને માનવતાવાદ, સમાજવાદ તરફ પ્રયાણ કરવું એજ સાચો "બુધ્ધિવાદ" બની રહેશે....!!!

-શ્યામ શૂન્યમનસ્ક .
તા - ૨૦/૧૦/૧૧

2 ટિપ્પણીઓ:

  1. BOV SACHI VAT KARI TAME SHYAMBHAI.. AAJ NA SAMAJ MA POTANE SO CALLED EDUCATED SAMJTA LOKO LIFE NO BASIC NIYAM PAN NAI SAMJI SAKTA.. NE POTANA KEHVATA TARK HETHAD DHARM, SANSKRUTI NE KACHADTA RAHE CHHE.. AA LOKO JANM AAPNAR MA NE MA KAHE CHHE TE SARU KEHVAY NAHI TO EMA PAN TARK LAGADI KAHET KE AA EK SCIENTIFIC PROCESS HATI.. PROCESS PURI KAM PURU HAVE AAGAD KAI TARK NAI..!!! NASTIKTA NA PRACHAR KARNAR NE PAN ENA KOI NAJIK NA VYAKTI NA AVASAN PACHHI ME RADTA JOYA CHHE..!! SU E DUMBH HATO KE SCIENTIFIC PROCESS..!!! SACHU RATIONALISM SAMAJ ANE VYATI NA SARA EDUCATIO NE VICHARO NI PRAGTI MATE HOVU JOYE NAKE.. SHRADDHA ANDSHRADDHA NI DEBATE MATE...!! MARU EK OPINION CHHE.. KE LIFE MA KOI KHOTU HOTU J NAI KHALI VYAKTI NA VICHARO J ALAG ALAG HOY CHHE JE SHRUSHTI E BANAVEL HOY CHHE..!! BAKI ANT MA SHYAM BHAI AA UPAR NA LEKH MATE TAMNE KHUB KHUB AABHAR....

    જવાબ આપોકાઢી નાખો