આગવા અંદાજ નો દ્રષ્ટિકોણ

આગવા અંદાજ નો દ્રષ્ટિકોણ
મારી નજરે

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2011

ઇષ્વર અને વિજ્ઞાન


ઇષ્વર : વૈજ્ઞાનિકોનાં દ્ર્ષ્ટીકોણ થી
========================

એક મઝા નો મુદ્દો ........ જેવી રીતે વિજ્ઞાન અત્યાર સુધી ઇષ્વર છે એમ સાબીત નથી કરી શક્યું તો ઇષ્વર નથી એમ પણ સાબીત નથી કરી શક્યું ....!!! વિજ્ઞાન હજી પણ આ બાબત માટે તર્કશાસ્ત્ર નાં સહારા ઓ લઇ રહ્યું છે છેવટે જગવિખ્યાત વૈજ્ઞાનિકો જેમણે પણ આ બાબતે શોધખોળ નાં પ્રયાસો કર્યા એમણે એક "શક્તિ" જે સમગ્ર બ્ર્હમાંડ નું સંચાલન કરે છે એ બાબત નો સ્વીકાર કર્યો
કારણ ..... વિજ્ઞાન ની મર્યાદા ઓ છે અને એ મર્યાદા આવી જાય ત્યારે વિજ્ઞાન ચુપ થયી જાય છે ...//

જેમ કે ગણિતશાસ્ત્ર નાં નંબર્સં ... જેનો એક છેડો શૂન્ય છે અને ૧ થી શરુઆત થાય છે અને બીજો છેડો ???? "અનંત" ...!!
અનંત શું છે જેનો કોઇ અંત નથી એક પછી એક.. એક..... એમ ઉમેરતા જાવ બસ આગળ જ આગળ .... અપાર .....!!!
એવું જ ઇષ્વરીય શક્તિ નું છે જે "અનંત" છે અને એ અનંતતા ને માનવુ જ પડે એવાં થોડાકં વૈજ્ઞાનિકોનાં સ્ત્રોત્રો અને સમર્થન પર ટુંક માં એક નજર કરીયે
(ઘણી બધી બાબતો અને થીયરીઓ છે જે સવિસ્તાર લેખન કરવું અને ગુજરાતી માં ભાષાંતર કરવું એક લાંબા સમય ની જરુરીયાત માંગી લે છે છંતા આ નાં આધારે ઉંડા ઉતરવા એવાં મહાનુભાવો ની વાતો કરીશું જેની જરુરી બુક્સ દ્વારા ઘણૂં બધું સમઝાઇ જશે)

વિવેકપંથી નાં એક મેગેજીન PDF 58 ફાઇલ માં વંચાયુ કે ભૌતિકવાદીઓ ઇષ્વર નાં અસ્તિત્વ નો ઇનકાર કરે છે
અંધશ્રધ્ધાઓ નાં વિષય પર ની એક પુસ્તિકા માં ઇષ્વર અને વિજ્ઞાન વિશે ઇષ્વર નાં અસ્તિત્વ ને નકારતી ડાર્વિન ની ઉત્ક્રાતિવાદ ની થયરી ને સંકલિત કરતી બાબતો વાંચવા મળી પણ ડાર્વિન પછી એ દિશા માં શુ શુ નવુ શોધાયું અને એ શોધકો એ પોતાના કેવા કેવા સ્ટેટમેન્ટસ આપ્યા એ અહિયાં જાણવા/વિચારવા/માણવા લાયક બની રહેશે
એ બાબતો ને મુદ્દાસર જોઇયે ...
આપણે અહિયાં એવાં વૈજ્ઞાનિકો / ફિલોસોફરો વિશે જોઇશું જેમની થિયરી અને સંશોધનો એ વિજ્ઞાન માટે બહુ જ મહત્વ ની કડી બની રહી
અંગ્રેજ ફીલોસોફર સેમ્યુઅલ ક્લાર્ક ની વિચારધારા તથા
સ્કોટલેન્ડ નાં એડમ સ્મીથ જેઓ ની "થીયરી ઓફ મોરલ સેન્ટીમેન્ટસ" અને "એન ઇન્ક્વાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોસેસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ માં એક ડોકીયું કરવા જેવુ છે

એ સિવાય વિજ્ઞાન ની જ જો વાત કરીયે તો ડાર્વિન નાં ઉત્ક્રાંતિ વાદ ને પડકારતી થિયરી જેમ્સ બર્નેટ (અઢાળ મી સદી) ની આવી ....જેમાં એમનુ માનવુ હતું કે જો માનવ નામનું પ્રાણી જો વાંદરા માં થી ધીમે ધીમે કાળ ક્રમે બન્યું છે તો પછી વાંદરાઓ હજારો વર્ષ પછી પણ કેમ વાંદરાઓ જ છે એ માણસ ની જેમ કેમ કોઇ પ્રગતી ના કરી શક્યા અથવા માનવો ના બની શક્યા ?? એ સિવાય જો વાંદરા માં થી માણસ બની શકે તો વાંનર ની પ્રજાતિ જે અર્ધ માનવ જેવી છે એ હજી પણ કેમ આગળ ન વધી શકી ? એસિવાય વાનરો માં થી જેમ માનવ નામનુ બુધ્ધિશાળી પ્રાણી બન્યું તો (સસ્તન પ્રજાતી માં થી : માનવ બાયોલોજીકલી: સસ્ત્ન પ્રાણી ની પ્રજાતિ માં વહેંચવા માં આવેછે) ઘોડાઓ અને હાથી ઓ માં થી એમની પુંછડી વગેરે નો નાશ થયી ને માનવ કરતા વધુ બુધ્ધિશાળી પ્રાણી કેમ ના બન્યું ?? કેમ કે એ વાનરો કરતાં વધુ શક્તિશાળી પણ હતા.... આવુ કેમ એવો એક તર્ક ના આધારે એ થૈયરી લખાઇ ...... એમણે માનવ એ માનવો જ હતા પણ આજ ના કરતા પછાત હતા આવી સંદર્ભ અને ઇષ્વરીય વાતો ને લગતી વાતો એમનાં પુસ્તકો માં વાંચવા જેવી તર્ક ની વાતો લખાઇ
જે સિધ્ધ ન થયી શકી પણ એમાં થી તથ્ય જરુર નીકળ્યું !!! અને તર્ક એ તર્ક જ બની રહ્યો !!!
વિજ્ઞાન જે પણ શોધતુ જાય જે પણ થિયરીઓ લખતુ જાય એ એનાં પછી નાં સંશોધકો એ ને કાંતો ડેવલપ કરી છે કાં તો એ માન્યતા ઓ ને સૈધ્દ્દાંતિક સાબિતી ઓ દ્વારા નકારી છે આ એક વિજ્ઞાન ની મર્યાદા ઓ છે અને એને સહુ સ્વીકારે છે
હવે વાત કરીયે "એરિસ્ટોટલ "( પ્લેટો ના શિષ્ય઼ અને મહાન સિકંદર નાં ગુરુ) ની જેઓ ભૌતિકવિજ્ઞાન , જીવવિજ્ઞાન સિવાય આધ્યાત્મ , કાવ્યો , નાટક , સંગીત તર્ક શાસ્ત્ર રાજનીતિ એવાં ઘણા બધાં વિષયો માં એમણે ચોથી સદી માં યોગદાનો આપ્યાં અને એમની જ થયરી પર ન્ય઼ુટને શોધખોળો કરી
હવે જોઇયે એવાં તરંગી વૈજ્ઞાનિકો વિશે જેઓ એ આ બાબત માં પોતાનાં સામર્થ્ય ને ચકાસી જોયું જે કોઇ પણ ધર્મ માં નહોતા માનતા અથવા લાંબા સમય સુધી જેમના નાસ્તિક હોવાની વાતો અથવા ઇષ્વર ની સ્વીકૃતિ ના કરવાની માન્યતાઓ હતી અને છેવટે એમણે તર્ક શાસ્ત્ર નાં નિયમો ને આધારે સ્વીકૃતિ આપી અને ઇષવરીય માન્યતા ને એક શક્તિ સ્વરુપે ઓળખાવ્યા કે એ શક્તિ છે જે સમગ્ર બ્ર્હમાંડ નું નિયમન કરે છે અને એ એનાં નિયમન થી જ ચાલી રહ્યું છે એવા

ન્યુટન આઇઝેક
એક એવો કટ્ટરવાદી વૈજ્ઞાનિક જેની ગણના મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલોસોફર તરીકે થાય છે
ઇતિહાસકાર સ્ટીફન ડી સ્નોબેલેનનું ન્યૂટન વિશે કહેવું છે કે "આઇઝેક ન્યૂટન એક વિધર્મી હતા. પણ તેમણે પોતાની અંગત માન્યતાને ક્યારેય જાહેર કરી નહોતી, જેના કારણે આ રુઢિચુસ્ત માણસને અત્યંત કટ્ટરવાદી સમજવામાં આવ્યો. તેમણે તેમના પોતાના વિશ્વાસને એટલી સારી રીતે ગુપ્ત રાખ્યો કે આજે પણ વિદ્વાનો તેમની અંગત માન્યતાઓ વિશે વિવિધ પ્રકારના તર્ક કરે છે તેઓ સામાજીક રુઢીવાદ ના વિરોધી હતા પણ જ્યારે એમનાં ઇષવર હોવાનાં સંસોધનો તરફ તર્ક દોડાવ્યો ત્યારે ઇષ્વર ની સ્વીકૃતી ને માન્ય રાખી એ બાબત ને જોઇશું
આધુનિક યંત્રવિધ્યા (એન્જીનિયરિંગ) નાં જે પાયા ના સ્થાપક તરીકે ગણના થાય છે
જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી લોકોમાં એક બૌધ્ધિક પુરૂષ તરીકે થાય છે. 1867માં પ્રકાશિત થયેલા તેમના સંશોધનપત્ર "ફિલોસોફી ઓફ નેચરેલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા " (સામાન્ય રીતે પ્રિન્સિપિયા તરીકે જાણીતું છે)ની ગણતરી વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુસ્તકોમાંના એક પુસ્તકમાં થાય છે, જેણે પરંપરાગત યંત્રવિજ્ઞાનનો પાયો નાખ્યો. તેમાં ન્યૂટને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોની સમજૂતી આપી છે, જેનું વર્ચસ્વ આગામી ત્રણ સદી માટે ભૌતિક બ્રહ્માંડના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર રહ્યું હતું. ન્યૂટને કેપ્લરના ગ્રહીય ગતિના નિયમો અને પોતાના ગુરુત્વકર્ષણના સિદ્ધાંતો વચ્ચે સાતત્ય સ્થાપિત કરી દર્શાવ્યું હતું કે પૃથ્વી પર ચીજવસ્તુઓની ગતિ અને અવકાશી પદાર્થોની ગતિનું નિયંત્રણ કે સંચાલન કુદરતી નિયમો થી થાય છે. આ રીતે સૂર્ય કેન્દ્રીયતા અને વૈજ્ઞાનિક ક્રાંતિના આધુનિકરણ વિશે છેલ્લી શંકા પણ દૂર કરી અને એ પ્રકૄતિ ની શક્તિ વિશે આગળ જોઇયે
જોકે આ માણસે વિજ્ઞાન ને એટલું બધુ એમના શંસોધનો વડે પ્રદાન ( પ્રકાશ , ગતિ, વલયો , ક્વોન્ટમ મિકેનિક્સ તરંગકણ યુગ્મતા ગાણિતિક સિધાંતો )કર્યું કે એ વિશે અહિયા બહુ લાંબુ થશે પણ એમની ઇષ્વર હોવાની બાબત ની સ્વીકૃતી બાબતે અહીયા ચર્ચા કરીયે
એમણે બાઇબલિકલ હેર્મેનેયુટિક્સ નાં વિષય પર ઘણૂં બધુ લખેલું અને એમના સંસોધનો બાબતે પણ સહ વૈજ્ઞાનિકો જેવાં કે રોબર્ટ હુક જેવા વૈજ્ઞાનિક સાથે કાયમ ની ટસર રહેલી
કે એમણે કેટલીય થીયરી ઓ ને પ્રકાશિત નહી કરાવેલી અને ફક્ત સંઘરી રાખેલી "'ગોડ ઓફ ગોડ્સ, એન્ડ લોર્ડ ઓફ લોર્ડ્સ': ધ થીયોલોજી ઓફ આઇઝેક ન્યૂટન્સ જનરલ સ્કોલીયમ ટુ પ્રિન્સિપિયા," જેવી કેટલીય થીયરીઓ અને એટલી બધી થયરી ઓ લખાઇ શરુઆત માં ન્યુટન ની નાસ્તિકતા વિશે ચર્ચાઓ થતી પણ
ન્યૂટન અને રૉબર્ટ બોયલના યાંત્રિક દર્શનને બુદ્ધિજીવી કલમજીવીઓએ રુઢિચુસ્તો અને સુધારાવાદીઓ માટે એક વ્યવહારિક વિકલ્પ સ્વરૂપે પ્રોત્સાહન આપવામાં આવ્યું અને તેને લેટીટ્યુડીનેરિયન જેવા રુઢિચુસ્ત અને અસંતુષ્ટ પ્રચારકોએ ખચકાટ સાથે સ્વીકાર્યુ આ રીતે વિજ્ઞાનની સ્પષ્ટતા અને સરળતાને નાસ્તિકતાના જોખમ અને અંધવિશ્વાસી ઉત્સાહ બંનેની ભાવનાત્મક અને આધ્યાત્મિક પૂર્વધારણાનો સામનો કરવા માટે એક માર્ગ સ્વરૂપે જોવામાં આવ્યો. તે જ સમયે અંગ્રેજી આસ્તિકતાની એક બીજી લહેરે ન્યૂટનના સંશોધનોનો ઉપયોગ એક "કુદરતી ધર્મ"ની શક્યતાને પ્રદર્શિત કરવા માટે કર્યો.
આવા મહાન વૈજ્ઞાનિકો નાસ્તિકતા ના જોખમ ને સમઝતા હતા કે નાસ્તિકતા માનવસમાજ માટે માનવવાદી ક્યારેય ન બની શકે અને સમાજ ને દુષ્કૃત્યો / દુરાચાર તરફ દોરી જઇ શકે છે
સ્તોત્ર : સાયન્સ એન્ડ રીલીઝીયન વેસ્ટફોલ રીચાર્ડસ એસ ઇંગ્લેન્ડ સૌજન્ય વેબ

કુદરતી અને આત્મજ્ઞાની સ્વરૂપે સમજવા યોગ્ય નિયમો પર આધારિત બ્રહ્માંડ વિશે આ ન્યૂટનનો જ વિચાર હતો જેણે આત્મજ્ઞાનની વિચારધારા માટે એક બીજનું કામ કર્યું.અને વૉલ્ટરે આંતરિક અધિકારોની વકીલાત કરતાં કુદરતી નિયમોની વિભાવનાને રાજકીય વ્યવસ્થા પર લાગૂ કરી. ફિઝિયોક્રેટ અને એડમ સ્મિથએ આત્મરુચિ અને મનોવિજ્ઞાનની કુદરતી ધારણાને આર્થિક વ્યવસ્થા પર લાગૂ કરી તથા સમાજશાસ્ત્રીઓએ પ્રગતિના કુદરતીના નમૂનાઓમાં ઇતિહાસનો ફિટ કરવાના પ્રયાસ માટે તત્કાલીન સામાજિક વ્યવસ્થાની ટીકા કરી. મોનબોડો અને સેમ્યુઅલ ક્લાર્કએ ન્યૂટનના કાર્યને તત્વોનો વિરોધ કર્યો, પણ છેવટે કુદરત વિશે તેમના પ્રબળ ધાર્મિક વિચારોને સુનિશ્ચિત કરવા તેને તર્કસંગત બનાવ્યા.
અંતે ...
ન્યૂટને ઈશ્વરને મુખ્ય સર્જક માન્યો, જેના અસ્તિત્વને બધા સર્જનોની ભવ્યતાના ચહેરામાં નકારી ન શકાય

સ્તોત્ર ૧ : આર. કે. ઇડી. નુડ હાકોન્સન. ધ ઇમરજન્સ ઓફ રેશનલ ડિસેન્ટ.એનલાઇટમેન્ટ એડ રિલીજીયનઃ રેશનલ ડિસેન્ટ , કેમ્બ્રીજ યુનિવર્સિટી બ્રિટન.
સ્તોત્ર ૨ સર ડેવિડ બ્રૂસ્ટર લિખિત આઇઝેક ન્યૂટનના જીવન, લખાણ અને શોધ અંગે નિબંધમાં ઉલ્લેખ થયેલી સાચા ધર્મની ટૂંકી સમજ માટે ડેવિડ બ્રૂસ્ટર ની થયરી
સ્તોત્ર ૩ પ્રિન્સિપિયા બૂક ન્યૂટન્સ ફિલોસોફી ઓફ નેચર" એચ. એસ. થાયર, હાફનર લાઇબ્રેરી ઓફ ક્લાસિક્સ, ન્યૂયોર્ક, 1953
(સૌજન્ય વેબ)

સર્જક અથવા ઇષ્વરીય શક્તિ નાં નિયમન માં માનવીય વૈજ્ઞાનિક હસ્ત્ક્ષેપ બાબતે પણ થયરી ઓ છે
જેમાં
ન્યૂટનને એક હસ્તક્ષેપ ભગવાન દ્વારા નિયંત્રિત દુનિયાને એક એવી દુનિયામાં પરિવર્તિત કરી જે તર્કસંગત અને સાર્વભૌમિક સિદ્ધાંતો સાથે ભગવાન દ્વારા કળાત્મક સ્વરૂપે બનાવવામાં આવી છે
સ્તોત્ર : એલાઇમેન્ટ એન્ડ રીલીઝીયન : રેશનલ ડીસેન્ટ રાઇટર : માર્ટીન ફીજ્પેટ્રીક (કેમ્બ્રીઝ યુનિવર્સીટી બ્રીતન)
આ સિદ્ધાંત તમામ લોકો માટે સંશોધન હેતુ ઉપલબ્ધ છે. આ લોકોને આ જ જીવનમાં પોતાના ઉદેશોને ફળદાયી સ્વરૂપે પૂર્ણ કરવાની મંજૂરી આપે છે,અને તેમને તેમની પોતાની તર્કસંગત શક્તિઓથી પૂર્ણ બનાવે છે
એમના જીવન કાળ દર્મ્યાન એટલી બધી શોધો કરી અને એ બાબત એટલા બધા સૈધાંતિક સામનાઓ કરવા પડતા કે ઉપરા ઉપરી થયરી ઓ આવતી

" ન્યૂટનને તેમણે તેમના જીવનકાળમાં કુદરતી વિજ્ઞાનની સરખામણીમાં ધર્મ વિશે વધારે લખ્યું. તે તર્કયુક્ત વિશ્વવ્યાપી દુનિયામાં વિશ્વાસ કરતાં હતા, પણ તેમણે લીબનીઝ અને બરુચ સ્પિનોઝાના હાઇલોજોઇઝમનો અસ્વીકાર કર્યો. આ રીતે આદેશિત અને ગતિશીલ સ્વરૂપે સૂચિત બ્રહ્માંડને સમજી શકાય છે અને તેને એક સક્રિય કારણ દ્વારા સમજવું જોઈએ. તેમના પત્ર વ્યવહારમાં ન્યૂટને દાવો કર્યો કે પ્રિન્સિપિયા માં લખતી વખતે "મેં એક નજર એવા સિદ્ધાંતો પર રાખી, જેથી ઈશ્વરમાં વિશ્વાસ રાખવાની સાથે મનુષ્ય પર વિચાર કરી શકાય".તેમણે દુનિયાની વ્યવસ્થામાં ડીઝાઇનનું પ્રમાણ જોયું: "ગ્રહીય વ્યવસ્થામાં આવી અભિન્ન એકરુપતાને પસંદગીની અનુમતી આપવી જોઈએ." પણ ન્યૂટને ભાર આપ્યો કે અસ્થાયીત્વની ધીમી વૃદ્ધિના કારણે દૈવી હસ્તક્ષેપ અંતે વ્યવસ્થાના સુધાર માટે જરૂરી હશે.આ માટે લીબનીઝે તેમની ટીકા કરતો લેખ લખ્યોઃ "સર્વશક્તિમાન ઈશ્વર સમયેસમયે પોતાની ઘડિયાળ સમાપ્ત કરવા માગે છે. નહીં તો આ સ્થાનાંતરિત કરવા માટે બંધ કરવામાં આવશે. એવું લાગે છે કે તેની પાસે તેની એક નિયમિત સતત ગતિ જાળવી રાખવા માટે જરૂરી દીર્ઘદ્રષ્ટિનો અભાવ છે"
સ્તોત્ર : રિચાર્ડ બેન્ટલી ટોક વિથ ન્ય઼ુટન 10 ડિસેમ્બર 1692 ટર્નબલ E T L પાર્ટ -૩ પાના ૨૩૩ મુજબ સૌજન્ય વેબ .

લેખનકળા વિશે થોડું રસપ્રદ :
====================

ન્ય઼ુટને સેંકડો થીયરીઓ દ્વારા સૈધાંતિક આવિષ્કારો જગત ને આપ્યા અને આજે પણ એમનાં સિધાંતો ના આધારે લાખો લોકો પોતાની થૈસીસો લખે છે અને એ થયરી ઓ લખાઇ લખાઇ ને યુનિવર્સીટી ની લાઇબ્રેરીઓ માં થોકડાઓ થાય છે આવી થયરી ઓ માં એક રસપ્રદ થયરી પણ આવી ગયી જે
સ્ટીફન ડી. સ્નોબીલીન એ લખેલી જેઓ પોતે યુનિવર્સિટી ઓફ કીગ્સં કોલેજ હેલીફેક્સ નોવા સ્કોટીયા માં "હીસ્ટોરી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી નાં સબજેક્ટનાં મદદનિશ પ્રોફેસર તરીકે કામ કરેલું એ થિસીસ નો વિષય હતો "ન્ય઼ુટન: પુન: વિચારણા " જે થીસિસ લખાયેલી ૧૯૯૭ માં જે બાબત ની મુલાકાત ૨૦૦૫ ની સાલ માં પોલ ન્યુવેલ ને આપેલી જેમાં એમણે
ન્ય઼ૂટન ને વૈજ્ઞાનિક ન માનતા ધાર્મિક અને ભવિષ્યવેતા તરીકે ની સમજ આપેલી તદૌપરાંત ન્ય઼ુટને આપેલા સિધાંતો માં મહત્વ નાં આવિષ્કારો માં એમની આગળ થયી ગયેલા સંસોધનો જ છે જેમાં સામાન્ય બાબતો નો જ ઉમેરો કર્યો જે વિશે વિજ્ઞાને ધ્યાન નહોતું આપ્યું એ બાબત માં ઉમેરા કર્યા હતા અને બાકી બાબતો પાખંડી પ્રકાર ની હતી અને એમની બાબતો માં સ્ટીફન નુ માનવું હતું કે એમના મૃત્ય઼ૂ પછી મળી આવેલા મહત્વ નાં દસ્તાવેજો ને ( જે મુખ્યત્વે ધાર્મિક અને રાસાયણીકશાસ્ત્ર ને લગતા હતા) ખોટી રીતે વિજ્ઞાન નાં થોથાંઓ પર ભાર વધારે છે ઓવર ઓલ એમની થીસીસ ને યુનિવર્સિટી દ્વારા અને દિગ્ગજો દ્વારા માન્ય રાખવા માં આવી
સ્તોત્ર : વેબ "ધી ગેગેલીયન"

સામાન્ય માણસ જેઓ વાંચન માં રસ ના ધરાવતા હોય એમને માટે આવી બાબતો સુધી પહોંચવુ એક અચરજ થયી પડે પણ લેખન પણ એક કળા છે તર્કશાસ્ત્ર ને કે તર્ક પર તર્ક ચલાવી ને ન્ય઼ુટન જેવા વૈજ્ઞાનિક ને વૈજ્ઞાનિક ન કહેતા પાખંડી કહી શકાય અને એ બાબત ને વિષ્વવિધ્યાલય દ્વારા માન્ય પણ રાખવી પડે ...!!! ભલે દુનિયા અને એ સ્ટીફન પણ અંદર થી ન્ય઼ુટન ને વૈષ્વિક વૈજ્ઞાનિક માનવ માનતા હશે ...!!!

હવે જોઇશું બીજા એક આવા જ વૈજ્ઞાનિક જેઓ એમના સમાજવાદી /માનવતા વાદી વ્યક્તિત્વ તરીકે

આલ્બર્ટ આઇન્સ્ટાઇન
=============

ભૌતિક શાસ્ત્ર નાં નોબલ પારિતોષિક વિજેતા આ નામ પણ ન્યુટન જેટલું જ વર્લ્ડ ફેમસ છે જેમના આવિષકારો વિશે અને સાયન્ટીફીક થયરી ઓફ રીલેટીવીટી ની વાત આપણેઅ
અહિયા વાત નહી કરીયે પણ આવા મહાન વૈજ્ઞાનિકો ને પોતાના જીવનકાળ દર્મ્યાન ધાર્મિક બાબતો અને ઇષ્વર હોવા ન હોવાની બાબતો નાં ખાસ ઉત્તરો આપવા પડેલા વેબ સાઇટ અને બે અંગ્રેજી પુસ્તકો આધારિત એમની એ બધી બાબતો અત્રે ટુંક માં જોઇશું
શરુઆત માં (૧૯૨૯ ની સાલ માં) પોતાને ઇષ્વર ની બાબત માં અજ્ઞેયવાદી (અજાણ) તરીકે ઓળ્ખાવેલા અને કહેલું કે
" હું માનુ છું કે જીવનના કલ્યાણ અને વિકાસ માટે નૈતિક સિદ્ધાંતોના પ્રાથમિક મહત્વની આબેહૂબ જાગૃતિને કાયદા આપનારના વિચારની કોઇ જરૂર નથી, અને ખાસ કરીને એવો કાયદા આપનાર જે સજા અને બદલો આપવાના સિદ્ધાંત ઉપર કામ કરતો હોય.આઇન્સ્ટાઇને એમ પણ કહ્યું હતું કે મેં વારંવાર કહ્યું છે કે મારા અભિપ્રાય મુજબ તો વ્યક્તિગત ભગવાનનો જે વિચાર છે તે ખરેખર બાળબુદ્ધિ જેવો છે.તમે મને અજ્ઞેયવાદી કહી શકો છો, પરંતુ હું એવા નાસ્તિક વ્યક્તિના લડાયક જુસ્સો કોઇને આપી શકું નહીં જેની લાગણીઓની તીવ્રતા ખાસ કરીને યુવાનીમાં પ્રાપ્ત થયેલી કટ્ટર ધાર્મિક માનયતાઓ અને ધાર્મિક ગુલામીમાંથી મુક્ત થવાના પ્રયાસોમાંથી ટપકતી હોય......!!!!
(પોતાને અજ્ઞેયવાદી કહી ને પણ નાસ્તિકતા ને જરા પણ સમર્થ નહોતું આપ્યું )
સ્ત્રોત્ર : 25 ઓક્ટોબર, 1950ના રોજ એમ. બર્કોવિટ્ઝને લખેલા પત્રમાં આઇન્સ્ટાઇન, એલિસ કેલાપ્રાઇસ, ઇડી., ની આઇન્સ્ટાઇન આર્કાઇવ્ઝ. ધ ન્યૂક્વોટેબલ આઇન્સ્ટાઇન,પ્રિન્સ્ટન, ન્યૂજર્સી. પ્રિન્સ્ટન યુનિવર્સિટી પ્રેસ, 2000,પી216

ભગવાન નથી બાબત નાં નાસ્તિકો નાં અભિપ્રાયો માં જ્યારે નાસ્તિકો ને પોતાના નામ ને ટાંકતા જોયા ત્યારે એક વધુ સ્ટેટ્મેન્ટ આપ્યું

મારા મર્યાદીત માનવ દિમાગની મદદથી જેને હું સમજી શક્યો છું તે બ્રહ્માંડની આ પ્રકારની સંવાદીતાને જોતા તો એમ પણ કહી શકાય કે હજું પણ એવા લોકો છે જેઓ કહે છે કે ભગવાન છે જ નહીં.જો કે મને ગુસ્સો એ વાતનો આવે છે કે તેઓ મને આ પ્રકારના અભિપ્રાયો માટે ટાંકે છે.પોતે જૂડો-ક્રિશ્ચિયન ભગવાનની પૂજા કરે છે એવો દાવો કરનારા લોકોને આપેલા પત્ર દ્વારા આપેલા પ્રતિભાવમાં આઇન્સ્ટાઇને કહ્યું હતું કે મારી ધાર્મિક માન્યતા વિશે તમે જે કાંઇ વાંચ્યું છે તે અલબત્ત જૂઠાણું છે, અને આ એક એવું જૂઠાણું છે જે પદ્ધતિસર વારંવાર પુનરાવર્તન પામી રહ્યું છે.હું વ્યક્તિગત ભગવાન માં માનતો નથી અને મેં તે અંગે ક્યારેય ઇન્કાર કર્યો નથી ઉલટાનું મેં તો તે અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.જેને ધાર્મિક કહી શકાય એવું કાંઇક મારામાં પડ્યું છે તો તે અવશ્ય વૈશ્વિક માળખાની અમર્યાદ પ્રશંસા છે, ખાસ કરીને જ્યાં સુધી આપણું વિજ્ઞાન ઘટસ્ફોટ કરે ત્યાં સુધી.વિશ્વ મારી નજરે નામના પોતાના પુસ્તકમાં તેમણે લખ્યું છે કે પોતાના સૌથી વધુ પ્રાથમિક સ્વરુપમાં આપણને ઉપલબ્ધ શઇ શકે એવું સૌંદર્યનું, અત્યંત ગૂઢ કારણની અભિવ્યક્તિનું અને જેમાં આપણે ઉંડાં ઉતરી શકીએ નહીં એવી બાબતના અસ્તિત્વનું જ્ઞાન એ એવું જ્ઞાન છે, એવી લાગણીઓ છે જે સાચા ધાર્મિક વર્તનની રચના કરે છે, અને આ રીતે જોતાં હું ઉંડાણપૂર્વકનો ધાર્મિક માનવી છું.( સ્ત્રોત્ર : www.stephenjaygould.org ) તેમજ આલ્બર્ટ આઇન્સ્ટાઇન "ધ વર્લ્ડ એઝ આઇ સી " ૧૯૪૯

1930માં ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા માં આઇન્સ્ટાઇને ત્રણ પદ્ધતિઓને નામાંકિત બનાવી હતી જે સામાન્યરીતે વાસ્તવિક ધર્મમાં પરસ્પર મિશ્ર થઇ જાય છે.પ્રથમ પદ્ધતિ મુખ્યત્વે કાર્યકારણની નબળી સમજ અને ભય દ્વારા પ્રોત્સાહિત થાય છે તેથી તે પારલૌકિક હસ્તીનું નિર્માણ કરે છે.બીજી પદ્ધતિ સામાજિક અને નૈતિક છે જે કાસ કરીને પ્રેમ અને સહકારની ઇચ્છા વડે પ્રોત્સાહિત બને છે.આઇન્સ્ટાઇને એવી નોંધ મૂકી છે કે આ બંને પદ્ધતિઓમાં નૃવંશસાસ્ત્રી ઇશ્વરનો ખયાલ રહેલો છે.જેને આઇન્સ્ટાઇન પોતે પણ અત્યંત પાકટ માને છે એવી ત્રીજી પદ્ધતિ ભય અને રહસ્ય દ્વારા પ્રોત્સાહિત થઇ રહી છે.તેમણે કહ્યું હતું કે એવી વ્યવસ્થા અને શ્રેષ્ઠતાનો અનુભવ કરવા માંગે છે જે પોતે જ કુદરતમાં ઘટસ્ફોટ કરે છે અને તે સમગ્ર બ્રહ્માંડને એક મહત્વના ઐક્ય તરીકે અનુભવવા માંગે છે.આઇન્સ્ટાઇન વિજ્ઞાનને પ્રથમ બે પ્રકારના ધર્મનું પ્રતિસ્પર્ધી માને છે પરંતુ ત્રીજા પ્રકારના ધર્મનું ભાગીદાર માને છે.
આઇન્સ્ટાઇન માનવતાવાદી પણ હતા અને નૈતિક રીતે ધાર્મિક સંસ્કૃતિને ટેકો આપનારા પણ હતા.તેમણે ન્યૂયોર્કની પ્રથમ માનવતાવાદી સોસાયટીના સલાહકાર બોર્ડમાં પણ સેવા આપી હતી ન્યૂયોર્કની સોસાયટી ફોર એથિકલ કલ્ચર માટે તેમણે નોંધ્યું હતું કે નૈતિક સંસ્કૃતિનો વિચારધાર્મિક આદર્શવાદમાં સૌથી વધુ મૂલ્યવાન શું છે તે અંગેના તેમના અંગત વિચારને મૂર્ત-સ્વરુપ આપે છે.તેમણે અવલોકન વ્યક્ત કર્યું હતું કે નૈતિક સંસ્કૃતિ વિના માનવતા માટે કોઇ મુક્તિ નથી
ટુંક માં નાસ્તિકતા ને સદંતર રદીય઼ો આપ્યો હતો

આઇન્સ્ટાઇને 1940ની સાલમાંપ્રકૃતિ વિષયમાં " વિજ્ઞાન અને ધર્મ" શીર્ષક ધરાવતા દસ્તાવેજો પ્રકાશીત કર્યા હતા
-------------------------------------------------------------------------------------------------------
જેમાં તેમણે કહ્યું હતું કે ધાર્મિક રીતે જે વ્યક્તિએ આત્મસાક્ષાત્કાર કર્યો છે તે પોતાની સર્વોચ્ચ ક્ષમતાઓનો ઉપયોગ કરીને પોતાની સ્વાર્થી ઇચ્છાઓથી મુક્ત બન્યો હોય છે અને તે અગાઉથી જ પોતાના એ ચોક્કસ વિચારો, લાગણીઓ અને મહત્વકાંક્ષાઓથી યુક્ત બનેલો હોય છે કે જેની સાથે તે પોતાના સર્વશ્રેષ્ઠ મૂલ્યો અને એનબીએસપીથી જોડાયેલો હોય છે જેમાં તે એવી પણ ચિંતા કરતો નથી કે આ બધી બાબતોને ઇશ્વરની સાથે જોડવા તેણે કોઇ પ્રયાસ કર્યો છે કે નહીં, કેમ કે જો તેમ ન હોય તો બુદ્ધ અને સ્પિનોઝા જેવા લોકો ને ધાર્મિક ગુરુઓ પણ ગણી શકાય નહીં.તદઅનુસાર ધાર્મિક વ્યક્તિ એવી ચુસ્ત ધાર્મિક શ્રદ્ધા અને માન્યતા ધરાવતો હોય છે કે તાર્કીક પાયા અને એનબીએસપી માટે અસક્ષમ અને બિનજરૂરી એવા પોતાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત પદાર્થો અને લક્ષ્યાંકોના મહત્વ માટે તેને કોઇ શંકા નથી. આ દૃષ્ટિએ જોવા જઇએ તો આ તમામ મૂલ્યો અને લક્ષ્યાંકો પ્રત્યે સંપૂર્ણ અને સ્પષ્ટપણે જાગૃત થવા અને તેના પ્રભાવને સતત મજબૂત કરવા માનવજાત માટે ધર્મ સદીઓથી એક પ્રયાસ બન્યો છે તેમણે એવી દલીલ કરી હતી કે એક મહાન ભૂલમાંથી જ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના સઘર્ષનો જન્મ થયો છે.જો કે તેમ છતાં પણ ધર્મ અને વિજ્ઞાનના ક્ષેત્ર પોતપોતાની રીતે એકબીજાથી તદ્દન અલગ છે, તે ઉપરાંત બંને વચ્ચે પરસ્પર એક મજબૂત સંબંધ અને સ્વાવલંબન અને એનબીએસપી છે કે ધર્મ વિનાનું વિજ્ઞાન પાંગળુ છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો અને એનબીએસપી છે, જો કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચેના કાયદેસરના સંઘર્ષનું ક્યારેય અસ્તિત્વ હોઇ શકે નહીં.આઇન્સ્ટાઇનની દૃષ્ટિએ પ્રાકૃતિક ઘટનાઓ માટે માનવી કે ઇશ્વર એમ બંને પૈકી કોઇનો પણ નિયમ ક્યારેય પણ એકમાત્ર જવાબદાર હશે નહીં.આ બાબતને સુનિશ્ચિત કરવા માટે એમ કહી શકાય કે કુદરતી ઘટનાઓમાં વ્યક્તિગત ઇશ્વરીય હસ્તક્ષેપના સિદ્ધાંતને વિજ્ઞાને ક્યારેય નકારી કાઢ્યો નથી કેમ કે માનવી હંમેશા એવા સ્થાનમાં જ આશ્રય લેતો હોય છે કે જ્યાં હજુ સુધી વૈજ્ઞાનિક જ્ઞાન પહોંચી શક્યું નથી આ કથન સુચિત કરે છે કે એ દિશા માં પ્રયાસો થયી ચુક્યા છે
સ્તોત્ર : "સાયન્સ એન્ડ રીલીઝીયન" આઇન્સ્ટાઇન

આઇન્સ્ટાઇને અગાઉ જ્યારે ટાઇમ મેગેઝિનને ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે તેણે ઇશ્વરદત્ત પ્રકૃતિને માનવી સમજી શકતો નથી એવી માન્યતાને ચકાસી હતી. તે સાથે તેમણે સમજાવ્યું હતું કે,"હું નાસ્તિક નથી હું એવું પણ માનતો નથી કે હું મારી જાતને સર્વેશ્વરવાદી કહી શકું.જે કાંઇ તકલીફ કે સમસ્યા છે તે એટલી વિશાળ છે કે આપણું મર્યાદિત દિમાગ સમજી શકે તેમ નથી.આપણે એવા બાળકની સ્થિતમાં છીએ જે અનેક ભાષાઓના પુસ્તકોથી ભરપુર એવા પુસ્તકાલયમાં પ્રવેશી રહ્યો છે.તે બાળક એટલું તો જાણે જ છએ કે કોઇકે તો આ પુસ્તકો લખ્યા જ હશે.જો કે તે જાણતો નથી કે કેવી રીતે પુસ્તકો લખાયા હશે.જે ભાષાઓમાં પુસ્તકો લખાયા છે તે પણ તે સમજી શકતો નથી.પુસ્તકો જે રહસ્યમય ક્રમમાં ગોઠવાયા છે તેના પ્રત્યે પણ બાળકને શંકા થાય છે, જો કે તે શું છે તેની તેને કાંઇ ગતાગમ પડતી નથી.મને તો એમ લાગે છે કે સૌથી વધુ બુધ્ધિશાળી મનુષ્ય પણ ઇશ્વર પ્રત્યે આ પ્રકારનું જ વર્તન ધરાવે છે.આપણે જોઇ શકીએ છીએ કે બ્રહ્માંડની ગોઠવણી ખુબ જ સુંદર રીતે થઇ છે અને તે કેટલાંક નિયમોનું પાલન કરી રહ્યું છે, પરંતુ આપણે તો તેના નિમયોને ભાગ્યેજ સમજી શકીએ છીએ." - આઇન્સ્ટાઇન

એરિક ગુટકિંડને લખેલા પત્રમાં આઇન્સ્ટાઇને લખ્યું હતું કેઃ

છેલ્લાં થોડાં દિવસો દરમ્યાન મેં તમારા પુસ્તકમાંથી ઘણુ બધું વાંચ્યુ અને આ પુસ્તક મોકલાવવા બદલ તમારો ખુબ ખુબ આભારઆ પુસ્તકમાંથી મને સૌથી વધુ જે બાબત અસર કરી ગઇ તે એવી છે કેજીવન અને માનવજાત પ્રત્યેના વાસ્તવિક અભિગમ અને વર્તનની બાબતમાં આપણી વચ્ચે ઘણું બધું સામ્ય રહેલું છે. ...મારા માટે ઇશ્વર શબ્દ માનવીની નબળાઇઓ અને પેદાશોની અભિવ્યક્તિથી વિશેષ કાંઇ જ નથી, બાઇબલ એ અનેક સારી બાબતોનો સંગ્રહ ધરાવતું પુસ્તક છે તેમ છતાં હજું તે પ્રાચિન દંતકથાઓ જ છે જે ફક્ત બાળકોના દિમાગમાં જ ઉતરી શકે એવી છે.આ બાબત મારામાં કેટલું સુક્ષ્મ પરિવર્તન કરી શકશે તે અંગે કોઇ અર્થઘટન કરીશ નહીંઆ અર્થઘટનો તેના મૂળ સ્વરુપ અને પ્રકાર અનુસાર અનેકઘણા છે અને તેઓને અસલ વિષયવસ્તુ સાથે કોઇ લેવાદેવા હોતી નથી.મારા મતાનુસાર તો અન્ય ધર્મોની જેમ યહૂદી ધર્મ પણ મૂર્ખ અંધ માન્યતાઓનું મૂર્તમંત સ્વરુપ જ છે.અને જે લોકોમાંથી હું આવું છું અને જેઓની વિચારધારા સાથે હું ઉંડાણપૂર્વક સંકળાયેલો છું એવા યહુદી લોકો પણ મારા માટે અન્ય પ્રજાની તુલનાએ વધુ કોઇ ગુણવત્તા ધરાવતા નથી.જેમ જેમ મારો અનુભવ વધતો ગયો છે તેમ તેમ હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે તેઓ પણ ખરાબ બદીઓની સામે સત્તાની ઊણપ દ્વારા સંરક્ષિત હોવા છતાં અન્ય માનવીય સમુદાયો કરતા સહેજપણ સારા નથી.તે સિવાય તેઓ માટે હું અન્ય કાંઇ કહી શકું નહીં. સામાન્યતઃ મને જાણીને ઘણું દુખ થાય છે કે તમે એક વિશેષ સ્થાન ધરાવો છો અને માણસ તરીકે બાહ્ય અને યહૂદી તરીકે આંતરિક એમ ગૌરવની બે દિવાલો વડે તેનો બચાવ કરવાનો પ્રયાસ કરો છો.એક માણસ તરીકે તમે કાર્યકારણમાંથી છુટકારો મેળવવાનો દાવો કરો છો અને યહૂદી તરીકે તમે એકેશ્વરવાદનો વિશેષાધિકાર ભોગવો છો.જો કે મર્યાદીત કાર્યકારણ વધુ લાંબો સમય માટે કાર્યકારણ રહી શકતું નથી કેમ કે આપણા સર્વશ્રેષ્ઠ સ્પિનોઝાએ તમામ પ્રકારની ખણખોદ કરી છે અને ઘણુ કરીને તેમ કરનાર તે પ્રથમ હશે.અને વિવિધ ધર્મોના જડ અર્થઘટનો સૈદ્ધાંતિક રીતે ઇજારાશાહીથી ક્યારેય નાબૂદ થયા નથી.આ પ્રકારની દિવાલોથી તો આપણે ફક્ત કેટલાક પ્રકારની જાત સાથેની છેતરામણી જ મેળવી શકીએ જો કે આપણા નૈતિક પ્રયાસોને તેનાથી ક્યારેય બળ કે વેગ મળ્યો નથી. ઉલ્ટાનું હવે આપણા બૌદ્ધિક ચુકાદાઓ અંગે મેં આપણા મતભેદો જાહેર કરી દીધા છે તેમ છતાં હું એ બાબતે હજુ પણ સ્પષ્ટ છું કે માનવ વર્તન જેવી જરૂરી બાબતોમાં આપણે એકબીજાથી ઘણા નજદીક છીએ.આપણને ફક્ત આપણા બૌદ્ધિક વિચારો જ અને ફ્રોઇડની ભાષામાં કહીએ તો તર્કસંગતતા જ એકબીજાથી છૂટા પાડે છેતેથી જ મારું માનવું છે કે જો આપણે કોઇ નક્કર બાબત વિશે વાત કરીશું તો જરૂર એકબીજાને સમજી શકીશું.મૈત્રિપૂર્ણ આભાર અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ સાથે.
તમારો આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(સ્તોત્ર સોજન્ય વેબ)

આવા મહાન વૈજ્ઞાનિક નાં જો આવા વિધાનો હોય તો આ પોતાની જાત ને આધુનિક "વિવેકબુધ્ધિવાદી" તરીકે ઓળખાવતા વૈજ્ઞાનિક ધારાધોરણો માં માનતા આધુનિક નાસ્તિકો એ વિજ્ઞાનની મર્યાદાઓ નો સ્વીકાર કરવો જોઇયે અને નકામી માહીતી ઓ નો ઉપયોગ કરી ભ્રામક માહીતી ફેલાવી ને નાસ્તિકતા ને ઉત્તેજન આપ્યા વગર / લેખનકળા થી (ઉપરોક્ત સ્ટીફ્ન ઉદાહરણ મુજબ) પોતાને જ મહાન અને વિવેકી સાબિત કર્યા વગર સમાજ ને સાચી માહીતી પીરસી ને સમાજ ને સાચા અર્થ માં માનવતાવાદી બનાવવાનાં અને સમાજ માં થી વિજ્ઞાન નાં સહારે અંધશ્રધ્ધાઓ દુર કરવાનાં પ્રયાસો કરવા જોઇયે ખોટી ધાર્મિક માન્યતાઓ થી બદબદી રહેલા સમાજ ને ખદબદતો કરી ને ખરડવા ની કોશિષો કર્યા વગર સ્વામી વિવેકાનંદ જેવા સાચા વિવેકપંથી બનવાની જરુર છે જેઓ ધર્મ ને સાથે રાખી ને ધર્મ અને આધ્યાત્મ ને પચાવી શકયા અને માનવજાત ને નવી રાહ દેખાડી અને સાચા માનવતાવાદી તરીકે મુળ નામ નરેન્દ્રનાથ નામ ને બદલે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા અને ભારતિય સંસ્કૃતિ માં આખાય વર્લ્ડ માં ડંકો વગાડ્યો

અંધશ્ર્ધ્ધા નિવારણ ની સાથે સાથે આસ્તિકતા નિવારણ પણ ચાલી રહ્યું છે માનવતાવાદ ને બદલે સમાજ ને ચર્વાકીગર્તા માં ધકેલતું જાય છે
વધારે માં મેગેજીનો ની પીડીફે ફાઇલો
નકરો કુપ્રચાર ભારતીય સંસ્કૃતિ એ શું કર્યું પાછલા વર્ષો માં ? નાનાં નાનાં આર્ટીકલો જેમાં ભારતે પાછલા તાજેતર નાં વર્ષો માં એક હેલીકોપ્ટર થી વધુ કાઇ ન શોધી શક્યું એમને ડો. APJ અબ્દુલ કલામ નથી દેખાઇ રહ્યા શું ? જેમણે મિસાઇલમેન તરીકે નું બિરુદ મળ્યું જેઓ એ બેલેસ્ટીક(ભુખંડીય) મિસાઇલ ની ટેકનોલોજી અને ઉપગ્રહ પ્રક્ષેપણ ટેકનોલોજી માં યોગદાન આપ્યુ એવું જ નથી જે પણ વૈજ્ઞાનિકો એ વિજ્ઞાન વિષયક સંસોધનો કર્યા એ માં ઉપર મુજબ જોયેલાં વૈજ્ઞાનિકો એ વિજ્ઞાન સિવાય ની બાબતો માં પણ પોતાના બહુ જ મોટા યોગદાનો આપેલાં છે જ જે સાચા અર્થ માં માનવતાવાદી બની શક્યા છે જેઓ ભારત નાં "રાષ્ટ્રપતિ" તરીકે આરુઢ થયા ભારતરત્ન , પદ્મવિભૂષણ અને પદ્મભૂષણ જેવા પારિતોષિકો થી સમ્નાનવામાં આવ્યા એ કર્મનિષ્ટ મહામાનવે એ પોતે કબુલ્યું છે કે
"ઇષ્વર , આપણા નિર્માતા એ આપણા મસ્તક અને વ્યક્તિત્વ માં અસિમિત શક્તિઓ અને ક્ષમતાઓ આપી છે અને ઇષ્વર ની "પ્રાર્થના" એ વિકસિત કરવા માટે મદદ કરે છે"
-અબ્દુલ કલામ. ( આ કોઇ બુધ્ધિવગર નાં કે અવૈજ્ઞાનિક માનવી નું કથન નથી)

આવા વૈજ્ઞાનિકો ને હમેંશા બુધ્ધિજીવીઓ સવાલો કરે છે કરતા આવ્યા છે ઇષ્વર ની સ્વીકૃતિ વીશે નાં જેમાં " વિઝનરી ઓફ ઇંડીયા" માં લખાય છે કે
" આકાશ તરફ જુઓ આપણે એકલા નથી આખું બંહમાંડ આપણા માટે અનુકૂળ છે જે લોકો સપના જુએ છે અને એને માટે મહેનત કરે છે એને માટે એ પ્રતિફળ આપવાની યોજના ઘડે છે" -અબ્દુલ કલામ

વિવેકબુધ્ધિ નાં નામે નાસ્તિકતાવાદ નું તર્કટ ફેલાવવા માટે કેટકેટલાં વાહિયાત ઉદાહરણો ? જે ડોક્ટરો, વકીલો વૈજ્ઞાનિકો સવારે પોતાના કામ શરુ કરતા જે ઇષ્વર ની પ્રાર્થના કરે છે એમનાં માટે લખે છે કે તેઓ ભણેલા અભણ છે અથવા બુધ્ધિ વિનાના છે હવે વાચકો એ સારી રીતે વિચારી શકે છે કે એ લોકો આવા "ભ્રામક" લેખકો કરતા વધારે બુધ્ધિશાળી છે કે જેઓ પોતાની અને વિજ્ઞાન ની મર્યાદાઓ ને જાણે છે
માનવી હજી માનવી સુધી નથી પહોંચી શક્યો મેડીકલ સાયંન્સ નાં માંધાતાઓ કોમા માં સરી પડેલા માનવી ક્યારે ચેતના માં આવશે એ નથી કહી શકતા જેઓ માનવીય દેહ ની નસે નસ થી વાકેફ છે એ ડોકટરો ઓપરેશન વખતે બધાં હથિયારો હેઠા મુકી દે છે અને મેડીકલ સાયન્સ ની મર્યાદાઓ માં અટવાઇ જાય ત્યારે એ ઇષ્વરીય બાબતો માં વિશ્વાસ મુકે છે અને તાજ્જુબ પણ છે કે કોઇ પણ ચાન્સ ના હોય એવાં પેશન્ટો અચરજ ની વચ્ચે મોત નાં મોમાં થી પાછા પણ આવી જાય છે

મનોવિજ્ઞાનીઓ એ લાખો થીસીસ ના થોકડા લખી નાખ્યા પણ માનવી હજી માનવીય મન નાં તાગ નથી કાઢી શક્યો અને કાઢી શકાયો હોત તો આજે પાગલખાના ઓ માં પાગલો ના હોત....!! હજી બહુ શોધો કરવાની બાકી છે અને એ નિરંતર ચાલ્યા કરે છે એ એક મર્યાદા છે

સંગત રીતે બેસાડી ને લેખન માહીતી માં ઉદાહરણો બેસાડી શકાય છે કે માનવી એ પરમાણૂં બોમ્બ ની શોધ કરી નાંખી પણ રણ ની રેતી ને માટી માં તબદીલ કરી ને વન/ઉપવન બનાવતી કોઇ ટેકનોલોજી હજી સુધી નથી શોધી શકાઇ... દરિયા ના પાણી ને હવા માં થી રાસયણીક પ્રક્રીયા કરી એમાં સંયોજન કરાવી ને આખાય દરિયાનાં ખારા પાણી ને મીઠું બનાવવાની કોઇ પ્રણલિકા હજી સુધી ડેવલપ નથી કરી શકાઇ. ભુકંપમાપક યંત્ર ની શોધ કરી નાખી એનાથી તીવ્રતા માપી શકાય છે પણ ગણિત નાં કેલેન્ડર માં લાગુ પડતા નિયમો મુબજ હજી પણ ભુસ્તરશાસ્ત્રીઓ જમીન ની અંદર ચાલતી ઉથલપાથલો ની નોંધ કરી ને ક્યારે ભુકંપ અને સુનામી આવશે એ નક્કી કરી શકતા..જો કેલેન્ડર માં ગણત્રી નાં આધારે સુર્યગ્રહણ/ચંદ્રગ્રહણ અને એના સમય તદઉપરાંત ભુગોળકીય અક્ષાંસ-રેખાંશ દ્વારા દર્શિત વિસ્તાર ને પણ નક્કી કરી શકે છે એમ ભુકંપ બાબતે જાપાની ઓ પણ એ હજી નથી શોધી શક્યા આવું ઘણૂં બધું છે હજી વૈજ્ઞાનિક બાબતો માં જગત સંપુર્ણ નથી

આખાય બ્ર્હમાંડ ની વિશાળતા અને એમાં માં કેટલા સૌરમંડળો અસ્તિત્વ ધરાવે છે એ નથી જાણી શકાયું પૃથ્વી જેવા જીવો બીજા ક્યાં ક્યાં છે એ નથી જાણી શકાયું હજી ઘણું બધુ બાકી છે એ રહસ્યો છે અને એને પામવા માનવી ખુબ નાનો છે કારણ કે હજી માનવી, માનવી સુધી પણ નથી પહોંચી શક્યો
વૈજ્ઞાનિક અભિગમ નો મતલબ એ નથી કે જે બાબતો ની શોધ નથી થયી એને ફગાવી દેવી અને જો એમ માનવા માં આવે તો એ "બુધ્ધિવાદ" નહી કહેવાય

"રેશનાલીઝ્મ " ના નામે નકરા નાસ્તિકતા ના પ્રચાર કેટલા અંશે સાચો છે જે આપણે ઉપર ની બાબતો માં જોઇ ગયા એવી અનેક બાબતો ને લેખનકળા (સ્ટીફ્ન ઉદાહરણ મુજબ) નો ઉપયોગ કરી ને તર્ક નાં નામે એટલી બધી નકારાત્મક જાત જાત નાં અહેવાલો ટાંકી ને બાબતો ને ઘુંટી કાઢી કે સામાન્યજન ને સત્ય થી વેગળા બનાવી દઇ ને નાસ્તિકતા તરફ લાવી શકાય
જેમ "સત્ય" કડવું હોય છે એમાં ઉંડાણ માં પણ હોય છે અને મિથ્યા એ જ રીતે સીધી ગળે ઉતરી જાય એવી છીછરી બાબત હોય છે એને સમઝવા માટે વધારે જ્ઞાન ની જરુર નથી હોતી જ્યારે સત્ય એટલા બધાં ઉંડાણ માં છે જે જેને સમજવા માટે બહુ ઉંડાણ માપી જોવું પડે એ ઉંડાણો માપવા માટે એ "અનંત" "ઇષ્વર " એ બધી બાબતો ને શોધવા કે સમીપ જવા માટે
વિજ્ઞાન અ-સમર્થ છે એની મર્યાદાઓ આવી જાય છે

"ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે."
-આલ્બર્ટ આઇન્સ્ટાઇન
( સૌજન્ય ટાઇમ્સ મેગેજીન : વેબસાઇટ પરથી ગુજરાતી ભાષાંતર)

સહુ પ્રથમ હીસ્ટ્રી નાં મુદ્દા માં જણાવેલા મહાનુભાવો માપી શ્કયા ત્યારે જ તેઓ માનવજાત ને અંધશ્રધ્ધાઓ થી મુક્ત કરી ને જીવન નો નવો રાહ ચિંધી ગયા અને એમનાં નામ પણ ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે અંકિત કરાવી ગયા એ સાચા "બુધ્ધિવાદી" ઓ થયી ગયા ફક્ત નાસ્તિકતા નાં પ્રચાર માટે "અંધશ્રધ્ધા નિવારણ" ના નામે અંધશ્રધ્ધા ની સાથે સાથે શ્રધ્ધા નું પણ નિવારણ કરી ને સત્કર્મ-દુષ્કર્મ /શ્રધ્ધા - અંધશ્રધ્ધા ની વચ્ચે રહેલી ભેદરેખા દુર કરી એક જ ડેફીનેશન બનાવી ને .... "બુધ્ધિવાદી" કહેડાવવું એ "અવિવેકીપણૂં" કહેવાશે

-શ્યામ શુન્યમનસ્ક
તા - ૨૦/૧૦/૧૧

3 ટિપ્પણીઓ:

  1. नास्तिकता मनुष्य के लिए कोई सरल स्थिति नहीं है कोई भी मुर्ख अपने आप को आस्तिक कह सकता है
    ईश्वर की सत्ता स्वीकार करने मे किसी बुद्धि की आवश्यकता नहीं पड़ती लेकिन नास्तिकता के लिए बड़े
    साहस और दृढ विश्वास की आवश्यकता पड़ती है यह स्थिति उन्ही लोगो के लिए है जिनके पास तर्क एवं बुद्धि की शक्ति हो..


    આસ્તિક વ્યક્તી ક્યારેય રેશનલ હોઈ જ ન શકે, અને તેમ છતા એ પોતાને રેશનલ સમજવાનો પ્રયત્ન કરતો હોય તો પોતાના મનના સામાધાનમાટે છે. આસ્તિકતા અને રેશનાલીઝમ વચ્ચે ક્યારેય એક પણ મુદ્દા પર મેળ ન બેસે.


    -પ્રતીક ઝોરા

    જવાબ આપોકાઢી નાખો
  2. બુધ્ધિશાળી ઓ ક્યારેય આવા વિધાનો ન કરી શકે કેમ કે બુધ્ધિશાળી ઓ સહુ થી પહેલા વિગ્નાન ને માનશે જ્યા વિગ્નાન પોતે ઇષ્વર ના હોવા પણા માં માને છે તો નાસ્તિકો પોતાને બુધ્ધિવાદી (રેશનાલીસ્ટ) કહેવડાવા ના બદલે ફક્ત નાસ્તિકવાદી કહેવડાવે એ જ ઉચિત છે

    જવાબ આપોકાઢી નાખો
  3. આપણી ભારતૉય સંસ્કૃતીમા બધા મુર્ખ જ હતા ? આવુ કહેનારા જ મુર્ખ હોય. માટે હું માનુ છુ કે આવા પોતાને રેશનલ કહેતા મુર્ખાઓ સાથે ચર્ચા કરવાનો કોઇ મતલબ નથી.
    -યોગેશ કવીશ્વર

    જવાબ આપોકાઢી નાખો