આગવા અંદાજ નો દ્રષ્ટિકોણ

આગવા અંદાજ નો દ્રષ્ટિકોણ
મારી નજરે

મંગળવાર, 5 નવેમ્બર, 2013

પ્રાર્થના ....... બૌધ્ધિક કે બુધ્ધિવિહીન ???

ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તુ
સિધ્ધ બુધ્ધ તુ, સ્કંધ વિનાયક સવિતા પાવક તુ

બ્રહ્મ મઝદ તુ, યહવ શકિત તુ ઈસુ પિતા પ્રભુ તુ
રુદ્ર વિષ્ણુ તુ, રામકૃષ્ણ તુ રહિમતાઓ તુ

વાસુદેવ તુ વિશ્વરૂપ તુ ચિદાનંદ હરિ તુ
અવ્દ્રિતિય તુ અકાલ નિર્ભય આત્મલિંગ શિવતુ

ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તુ


અજાણ રચયિતા દ્વારા એક સુંદર ભાવના .........!! હ્રદય ને આંદોલિત કરતી સર્વધર્મ પ્રાથના જ્યાં એક જ પરમાત્મા હોવાનો ભાવ એક જ કુદરત જે સમગ્ર બ્ર્હમાંડ નું સંચાલન કરે છે/ કરાવે છે એ મહા શક્તિ ને એક જ હોવાનો "એકેશ્વરવાદ" નો એક એકરાર કરતી પ્રાર્થના ...!!!

એવું જ કાઈક શ્વેતાશ્વેતપરોપનિષદ કહે છે
एको देव: सर्वभूतेषु गूढ: सर्वव्यापी सर्वभूतान्तरात्मा।
कर्माध्यक्ष सर्वभूताधिवास: साक्षी चेता केवली निर्गुणश्च॥
- अध्याय- 6/11
અર્થાત.... સમસ્ત જીવો માં એ એક જ "પરમાત્મા" સ્થિત છે , એજ સર્વ વ્યાપક, સંપુર્ણ પ્રાણીયો ની અંતરાત્મા , સર્વે ના કર્મો ના અધીશ્વર, સહુ પ્રાણીઓ માં વસેલો , અંત:કરણ માં વિધ્યમાન , બધા નો સાક્ષી, પુર્ણ ચૈતન્ય, વિશુધ્ધ રુપ, અને નિર્ગુણ રુપ છે.

એ જે પણ હોય પરમેશવર /ઇશ્વર / પ્રકૃતિ શું એ આપણી પ્રાથના ને સાંભળે છે ખરો ?? અહિયાં ઇશ્વરવાદીઓ ચોક્ક્સ કહેશે હા સાંભળે છે અને અનિશ્વરવાદીઓ ? (નાસ્તિકો)
નહી અને ખરા પણ કેમ કે તેઓ ને આ બાબત ની કશી જ જાણકારી નથી અને જાણકારી નો અભાવ હોવો એટલે એ શ્ર્ધ્ધા ને પણ અંધ-શ્રધ્ધા ગણતા લોકો ની નવીન પ્રકાર ની અંધ પ્રકાર ની "શ્રધ્ધા" જેને આપણે "રેશનલ શ્રધ્ધા " નામ આપી શકીયે પણ હા એ બાબત આજે આ લેખ માં થોડી તર્કસંગત અને બૌધ્ધિક અને વૈજ્ઞાનિક સ્તોત્ર સહીત ની ચર્ચા કરીશું
ઘણાં બધાં રેશનલ સાહિત્યો નેટ પર ઉડતા ચોપાનીય઼ાઓ માં પ્રાર્થના અંગે વાહીયાત બાબતો રજુ થયેલી જોવા / વાંચવા મળી આ અંગે તાજ્જુબ થાય એવી તર્કવિહોણી બાબતો અને એ પણ તર્ક-તર્ક ને તર્ક કરી કરી ને તર્ક ના રવાડે પોતાના જીવન ને પોતાની જાત ને પણ તર્ક બનાવી બેઠેલા તર્કબુધ્ધિધારીઓ નાં તર્ક  નવીન પ્રકાર ની રમુજો કરી બેસતા હોય છે
ક્યાક ક્યાક તો બ્લોગ્સ અને ઇ-મેગેજીનસ માં જાત જાત નુ વાંચવા મળે જાણે કે તેઓ આદિમાનવો તરીકે વિસ્થાપિત થવા માંગતા હોય હા ... બિલકુલ !!! હાસ્યાસ્પદ લાગ્યુ ને ?
પણ વાત સોળ આના સાચી છે આ લોકો જેઓ પોતાને માનવતાવાદી અથવા રેશનાલિસ્ટો ( નાસ્તિક શબ્દ કદાચ તેઓ ને પસંદ નથી એનાં પણ જાત જાત ના મહાનુભાવો ને ટાંકી ને નાસ્તિક-આસ્તિક, આસ્તિક-નાસ્તિક જેવા જાતજાત ના વાડા બનાવી બેઠા છે ..... આવ્યુ ને હસવુ ?  ) ખેર મુદ્દ્દ ની વાત એ છે કે કુદરત માં એઓ માને છે અને એક સરસ તર્ક પણ લડાવ્યો છે કે પ્રાર્થના ન કરવી જોઇયે શા માટે કરવી જોઇયે આપણ ને કોઇ પાસે કોઇ ખેવના ના જ હોવી જોઇયે કુદરત ( જેને આસ્તિકો ઇશ્વર કહે છે) એની પાસે પણ નહી !! કારણ કે એ જે કરે છે એમાં વિશ્વાસ હોવો જોઇયે એના થી ઉપરાંત માં કાઇ જ નથી અને આપણી પ્રાર્થનાઓ અથવા વિશ નુ એને કોઇ અસર ન જ થાય પછી શું કામ આપણે આપણો ટાઇમ બગાડવો ( અરે એક ચોપાનિયા માં તો શોકસભાઓ પણ સદંતર બંધ કરવા હાસ્યાસ્પદ કારણો આપેલા.....)
મઝા આવી ?? ચાલો આ તર્ક ને આપણે તાર્કીક રીતે જોઇયે .....

જો આપણ ને કુદરત જે કાંઇ પણ કરે છે એને વિક્ષેપ ન કરવો જોઇયે એમ માનતા હોઇયે તો આધુનિક વિજ્ઞાન શુ કરી રહ્યુ છે ? એ કુદરત ને ખલેલ નથી પહોંચાડતુ?
આવા બૌધ્ધિક મહાનુભાવ તો તરત જ " વિજ્ઞાન અમારુ વિજ્ઞાન અમારુ" ને ધર્મ તમારો " ના નારાઓ ગાવા મંડી પડશે (જાતે જ બનાવાયેલો બૌધ્ધિકતર્કધારીઓ નો નારો જ્યાં ખરેખર ધર્મ અને વિજ્ઞાન ને ક્યાય આમને સામને જેવુ કશુ છે જ નહી )  તો એ શું કામ મહાશયો ???? આવા મહાશયો
રોગ-અકસ્માત વિગેરે બાબતો માં આધુનિક ચિકિત્સા વિજ્ઞાન નો સહારો લઇ ને કુદરત ના તમોને રોગીષ્ટ અથવા અક્સમાતગ્રસ્ત કરવા ના કાર્ય ને ખલેલ નથી પંહોચાડી રહ્યા ?
ઉપ્પ્પ્સ એક બાજુ કહો કે કુદરત ને એનુ કામ કરવા દો તો ભાઇ કરવા દીયો ને તમતમારે !! એનો નિયમ છે એ રીતે એને વર્તવા દો ને
કુદરત ને એનુ કામ કરવા દો તો ભલા માણસ તમારે વિજ્ઞાન સાથે સ્નાનસુતક નો કયો સબંધ છે ?

સીધી સાદી સરળ દ્ર્ષ્ટીએ જુઓ તો મહાન વ્યક્તિઓ દ્વારા કહેવાયેલા "મોટીવેશન" ના સફળતા ના પ્રમાણીકતા પ્રેમ કર્મ વિગેરે નાં  લાખ્ખો ઉલ્લેખ્ખ મળી જશે
અને હા એક વાત બીજી આવાં કથનો આજકાલ મારા જેવા બ્લોગરો કે ફેસબુકીયાઓ પણ કરવા મંડી પડ્યા છે એ પણ હા હા હા ... મઝા ની વાત છે
એમ જોવા જઇયે તો કથનો એવા લોકો નાં હોય જે મહાન છે જેઓ મહાન બની ગયા એમના કાર્યો થકી ... જો ગાંધીજી એ અંહિસા અપનાવી અને એ રીતે કાઇક કરી શક્યા તો મહાનતા મટી નથી જતી ભગતસિંહ એ ક્રાંતિ ની વાત સશ્ત્ર સાથે  કરી તો એમાં અહિંસા નો દેકારો કરવા ની પણ જરુર ન હોવી જોઇયે કારણ ... સીધુ અને સાફ છે બન્ને સફળ છે અને એક એ વર્ષો થી આખા દેશના સુતેલાઓ ને અહિંસા (જેમાં કોઇ મોટુ ધોળકુ નથી જ ધોળવાનુ) એમ સમજી ને પણ જાગૃતિ લાવી દરેક ના મન પર પ્રભાવ જમાવી સફળતા ની કેડીએ કર્યા જ્યારે બીઝા એમાં થી જાગી ઉઠેલાઓ ને ક્રાંતિ માટે પ્રેરણા આપી

મુખ્ય મુદા ની વાત હતી કથનો તો પ્રાર્થના માટે કથનો હજારો હશ્યે પણ આપણે એવી વ્યક્તિઓ ના કથનો / બાબતો જોઇશુ કે જેઓ કુદરત અને પ્રાર્થના બાબતે સુસંગતતા દર્શાવે

"ભગવાન , આપણા નિર્માતા એ આપણા મસ્તક અને વ્યક્તિવ માં અસીમીત શક્તિઓ અને ક્ષમતાઓ આપી છે ... ઇશ્વર ની પ્રાર્થના આપણ ને એ શક્તિઓ ને વિકસિત કરવા માં મદદ કરે છે "- ડો. અબ્દુલ કલામ

આ કથન કોઇ મારા જેવા બ્લોગર કે ફેસબુકીયા નુ નથી પણ જગ જાહેર "મિસાઇલમેન" ના નામથી જાણીતા વ્યક્તિ નુ છે જેઓ એ ભારત નુ નામ આંતરભુખંડીય(બેલાસ્ટીક)પ્રષ્ક્ષેપાસ્ત્ર ની ટેકનીક માં નામ કર્યુ છે

જો આવાં મહાન સાચા અર્થ માં મહાન વ્યક્તિ પ્રાર્થના અંગે આવુ નિવેદન આપતા હોય તો બેશક એમાં કાઇક તો હોવું જ જોઇયે !!

હવે રહી વાત કુદરત નાં નિયમો માં ખલેલ ની તો કુદરત એ આપણ ને એટલે કે આપણ સહુ મળી ને એક બ્ર્હમાંડ ને પોતાની (કુદરત ની જ સાચવણી અને ઉન્નતી) માટે કાર્યો કરવા ની છુટ આપેલી છે ઓફકોર્ષ છુટ આપેલી છે એ હવે આપણે જોઇ જઇયે

સર્જક અથવા ઇષ્વરીય શક્તિ નાં નિયમન માં માનવીય વૈજ્ઞાનિક હસ્ત્ક્ષેપ બાબતે પણ થયરી ઓ છે જેમાં
ન્યૂટન એ એક હસ્તક્ષેપ ભગવાન દ્વારા નિયંત્રિત દુનિયાને એક એવી દુનિયામાં પરિવર્તિત કરી જે તર્કસંગત અને સાર્વભૌમિક સિદ્ધાંતો સાથે ભગવાન દ્વારા કળાત્મક સ્વરૂપે બનાવવામાં આવી છે 
સ્તોત્ર : એલાઇમેન્ટ એન્ડ રીલીઝીયન : રેશનલ ડીસેન્ટ રાઇટર : માર્ટીન ફીજ્પેટ્રીક (કેમ્બ્રીઝ યુનિવર્સીટી બ્રીટન)
આ સિદ્ધાંત તમામ લોકો માટે સંશોધન હેતુ ઉપલબ્ધ છે. આ લોકોને આ જ જીવનમાં પોતાના ઉદેશોને ફળદાયી સ્વરૂપે પૂર્ણ કરવાની મંજૂરી આપે છે,અને તેમને તેમની પોતાની તર્કસંગત શક્તિઓથી પૂર્ણ બનાવે છે

"ધર્મ અને વિજ્ઞાનના ક્ષેત્ર પોતપોતાની રીતે એકબીજાથી તદ્દન અલગ છે, તે ઉપરાંત બંને વચ્ચે પરસ્પર એક મજબૂત સંબંધ અને સ્વાવલંબન અને એનબીએસપી છે કે ધર્મ વિનાનું વિજ્ઞાન પાંગળુ છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો અને એનબીએસપી છે, જો કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચેના કાયદેસરના સંઘર્ષનું ક્યારેય અસ્તિત્વ હોઇ શકે નહીં.આઇન્સ્ટાઇનની દૃષ્ટિએ પ્રાકૃતિક ઘટનાઓ માટે માનવી કે ઇશ્વર એમ બંને પૈકી કોઇનો પણ નિયમ ક્યારેય પણ એકમાત્ર જવાબદાર હશે નહીં.આ બાબતને સુનિશ્ચિત કરવા માટે એમ કહી શકાય કે કુદરતી ઘટનાઓમાં વ્યક્તિગત ઇશ્વરીય હસ્તક્ષેપના સિદ્ધાંતને વિજ્ઞાને ક્યારેય નકારી કાઢ્યો નથી કેમ કે માનવી હંમેશા એવા સ્થાનમાં જ આશ્રય લેતો હોય છે કે જ્યાં હજુ સુધી વૈજ્ઞાનિક જ્ઞાન પહોંચી શક્યું નથી" આ કથન સુચિત કરે છે કે એ દિશા માં પ્રયાસો થયી ચુક્યા છે
-આલ્બર્ટ આઇનસ્ટાઇન (સ્તોત્ર : "સાયન્સ એન્ડ રીલીઝીયન" આઇન્સ્ટાઇન)

હવે તાર્કીકો ના તર્ક છુટ્ટા ... હું પણ છુટ્ટો કારણ કે અહિયા કોઇ મારા જેવા ફેસબુકીયા કે બ્લોગર નુ કથન નથી પણ ચોક્ક્સ ની વાત એ થયી કે કુદરત પોતાની પોતાના બ્ર્હમાંડ માટે એમાં દખલ કરવાની અનુમતી પણ આપે છે ... !!! અમે એના પરીણામો સારા નરસા જેવી જેવી બાબત ને અનુસરતી હોઇ શકે પણ કુદરત તમને છુટ આપે છે તો પ્રાર્થના માં એવી તે શુ અકુદરતી બાબત છે ?? જે નો આટલો દુષ:પ્રચાર કરવો ? અથવા બુમાબુમ કરવી ??

અને તર્ક ની બાબતે જોઇયે તો ખરેખર કુદરત ને પ્રાર્થના થી ખલેલ પહોંચતી જ હોય તો ચોક્ક્સ પણે પ્રાર્થના કરવી જ જોઇયે

હા એક સરસ વાત .....જે કૃષ્ણમુર્તિ ની સામે એક સવાલ
પ્રશ્ન : શું હું આધ્યાત્મિક આંતરદ્ર્ષ્ટી પ્રાપ્ત કરી લઉં તો હું એ અતત: "પરમ" નાં દર્શન કરી શકુ ?
જવાબ : જ્યાં સુધી તમારી અને એની વચ્ચે અવરોધ છે ત્યાં સુધી "પરમ" ના દર્શન કેવી રીતે કરી શકો ? સહુ થી પહેલાં આપે એ અવરોધ હટાવવા પડશે બંધ રુમ માં બેસી ને જાણી જ ન શકો કે તાજી હવા શુ છે ! એના માટે આપને બારી બારણાઓ ખોલવા પડશે આપે આપની બધી જ પ્રકાર ની પતિબધ્ધતાઓ ને બાંધેલી સીમાઓ વાડાઓ અને અવરોધો ને દુર કરવા પડશે (સંદ્ર્ભ : લાઇફ અહેડ ચેપ્ટર ૭)
જેકે નાં psychological revolution  માં "મન ""જ્ઞાત" "અજ્ઞાત" "પરમ" સહીત ના આધ્યાત્મિક મુદ્દાઓ ને આવરતી એટલી બધી બાબતો છે કે ભલભલ બૌધ્ધિકો ની બૌધિક ક્ષમતાઓ નો કાંટો "મૌન" પર આવી ને "શુન્ય" બનાવી મુકે

મુદ્દા ની વાત કરીયે પ્રાર્થના ની બાબત માં મનો વિજ્ઞાન, ચિકિત્સાવિજ્ઞાન, બન્ને નકારી ન શકે તેમજ, આધ્યાત્મ પણ અત્યંત ગહન રીતે ખુબ ઉંડાણ માં જે અહિયા હજારો લેખો માં પણ પ્રસ્તુત ન કરી શકાય કદાચ ...
પણ હા પ્રાર્થના નો અર્થ છે એ પરમ તત્વ સાથે મેળ કરવો જીવાત્મા સાથે સક્રીય અને અનન્ય પ્રેમસબંધ !! અને એ માટે આદર્શ ભાવભિવ્યક્તિ ( નહી કે કોઇ નુ બુરુ કરવાની ખેવના) જેવા ભાવ એવી જ આપની પ્રાર્થના નુ ફળ ...!!
મન ની ભાવના માં જ મેલ હોય એની પ્રાર્થના નકામી જ . !!પ્રાર્થના આપણા શરીર ને ડોક્સીફીકેશન કરે છે મતલબ કે શરીર ને નિર્વિષ કરવાની પ્રક્રીયા કરાવે છે એનાથી આપણુ શરીર સ્વસ્થ પવિત્ર અને પ્રફુલ્લિતતા નો અહેસાસ કરતું હોય છે એના દ્વારા આપણ ને શીખ પણ મળે છે જ કે ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરવી જે લોકો પ્રાર્થના ની મોઢું ફેરવે છે તેઓ અહંકારી ચોક્ક્સ હોઇ શકે નિરાશાવાદી હોઇ શકે જેઓ મૌન માં જ વિલુપ્ત થયી ને એક અદ્મ્ય શક્તિ નો અહેસાસ નથી કરી શકતા આખરે માનવતાવાદ પ્રાર્થના જ તો શીખવાડે છે આપણ ને સંગઠીત કરી શકે કોઇ એક સ્થળે ભેગા મળવા સાથે હળી મળી કોઇ પણ કાર્ય ને અંજામ આપવા ની સંગઠન શક્તિ આપી શકે છે પોતે નમ્ર છે એનો દાખલો જ નહી પણ બીજાઓ પર વિશ્વાસ કરતા પણ શીખવે છે

ચિકીત્સકો અને મનો- ચિકીત્સકો પણ માને છે કે જેઓ નિયમિત પ્રાર્થના કરતા હૌય છે તેઓ અન્યો કરતા વધારે જલ્દી સ્વસ્થ થયી શકે છે કારણ કે તેઓ માં એક આત્મવિષ્વાસ હોય છે અને એ આત્મવિષ્વાસ પોતાની અંદર એક નવી ઉર્જા પેદા કરે છે હા સાચા મન થી કરેલી પ્રાર્થના સમસ્યાઓ અને સમાધાન માં પણ ફલદાયી નિવડે છે ક્યારેક અતિ આવેશ માં લેવાયેલા નિર્ણયો અંગે આપણે જ આવેશ વશ અજાણ હોઇ શકીયે પણ પ્રાર્થના દ્વારા મન ને શાંતિ નો અહેસાસ સાથે આપોઆપ જ પોતે જ જ સમાધાન પ્રેરક બની શકીયે અને એ આપણાજ શાંત મન દ્વારા લેવાયેલ નિર્ણય ઇશ્વર પ્રેરિત કહી શકાય કારણકે ત્યારે મન શાંત આનંદિત શુધ્ધ અને મૌન હોય છે અને એવા મન માં ઇશ્વર ની હાજરી એ જ શુધ્ધતા એજ મૌન એજ શાતિ એ ઇશ્વર હોવાની અનુભુતી કરાવી શકે
જેમ આપણા શરીર માં અનેક કોષો (લાખ્ખો ની સંખ્યા માં ) જે દરેક એમની રીતે જીવીત છે એઓ આપણાં મૃત્યુ ની સાથે જ મૃત્યુ પામતા હોય એ લાખ્ખો જીવો નો સમુહ દ્વારા આપણે બનેલા જેમાં અનેક નિર્જીવ વસ્તુઓ નો પણ સમાવેષ છે જ અને એ જ એક બ્ર્હમાંડ .... અને  બ્ર્હમાંડ નાં આપણે સજીવ કોષો જેનાં સમુહ ને આપણે પ્રકૃતિ કે ઇશ્વર નામ આપીયે ... આવુ એક આધ્યાત્મિક સંવાદો માં ,,,,,, એ સિવાય એક શ્લોક માં
तत्र तत्र परं ब्र्ह्मं सर्वत्र समवस्थितम ।
हन्यान्मुष्टीभिराकाशं क्षुधार्थे खन्डेयतुषम !
नाहम ब्र्ह्मेति जानाति तस्य मुक्तिर्नं जायते ।
-पैघलोपनिषद (ब्र्हं वि खन्ड २ अ ४ २८)
અર્થાત
સમગ્ર સૃષ્ટી માં અત્ર-તત્ર-સર્વત્ર પરંબ્ર્હંમ સમાયેલો છે જે વ્યક્તિ ને ખબર નથી કે હું એનો જ એક "અંશ" છું અથવા હું બ્ર્હંમ નથી
એ અંધકાર રુપી અજ્ઞાન થી ક્યારેય મુક્ત નથી થયી શકતા અથવા એનાં જ્ઞાન માટે નાં બધાં જ પ્રયાસો એવી રીતે નિષ્ફળ રહે છે જેમ આકાશ તરફ વૃષ્ટી (વરસાદ) માટે મુક્કા મારવા અથવા ભુખ્યા વ્યક્તિ અક્ષત (ચોખા) માટે સુકા ઘાસ ને ખાંડે !!

ભારતિય સંસ્કૃતિ નાં મુળ ગ્રંથો "વેદો" જેને વાંચી ને જેને સમજી ને વેદાંત તરફ પ્રયાણ કરી ને પોતાને નાસ્તિક તરીકે ઓળખાવતા "નરેન્દ્રનાથ" સ્વામિ વિવેકાનંદ બની ને ભારતિય સંસ્કૃતિ ને વિદેશો માં આગવી ઓળખ અપાવી શકે અને ઇશ્વરવાદી બની શકે એનાં મર્મ અને સિધ્ધાંતો ને ઓળખાવી શકે અને સમગ્રભારત માં બુધ્ધિશાળી જ નહી પણ વિવેકબુધ્ધિ નાં બ્રાંડ પરસન બની શકે એ તાકાત આપણા પ્રાચીન ગ્રંથો માં પડેલી છે એ વેદો માં .... આજની જનરેશન ખભા ઉલાળી ને આધુનિકતા નો દેખાડ કરવા જ કહી શકે કે "આઇ કાન્ટ બિલિવ ઇન ગોડ" પણ ખરેખર તો આ બાબત ઉંડો અભ્યાસ માગી લે તેવું છે કેમ કે કાંઇક એવું પરમ તત્વ જેને સમજવા માટે વિશાળતા ની જરુર પડે ગહન અભ્યાસ ગહન વાંચન ની જરુર પડે....હવા માં પ્રાણવાયુ નથી જોઇ શકાતો એનો અનુભવ કરવો પડે સાયન્સ ને સમજી ને ઓક્સિજન તત્વ શુ છે એ જાણવુ પડે.. અલ્પ બુધ્ધિ જ આધુનિકતા નો દેખાડ કરી શકે કારણ .... આધ્યાત્મ માં સમગ્ર સવાલો ના જવાબો છે જ પણ મોઢું મચકોડીને વેદ/વેદાંત થી દુર અને અજ્ઞાત રહેવાથી ચોક્કસ અલ્પબુધ્ધિ માં ગણાઇ જવાય સ્વામિ વિવેકાનંદ ના ક્વોટ્સ ને જોર-શોર થી ચગાવો અને વેદાંત , આધ્યાત્મ  એ બાબત થી અજાણ રહીયે એ બાળબુધ્ધિ જ કહેવી રહી

પ્રાર્થના કરી ને કુદરત ના નિયમો માં દખલ ન કરવી જોઇયે અથવા ઇશ્વરવાદીઓ નુ મૃત્યુ યાત્રાધામ માં ન થવુ જોઇયે એવાં તર્કો એવી વાતો બાળબુધ્ધિ જ કહી શકાય કારણ સ્પ્ષ્ટ છે બાળબુધ્ધિવાદીઓ પાસે તમામ તર્કો લગભગ આવાં જ છે કે ??? કુદરત ના નિયમો માં દખલ ન કરવી જોઇયે ????? હું એમ કહું કે કુદરતે આપણ ને વગર કપડે જન્મ આપ્યો તો ? આપણે કપડાં ન પહેરવા જોઇયે ? અરે.... તાર્કિક બૌધ્ધિક બદમાસી કરતા પહેલા એ તો જુઓ પંખી ઓ પણ ઘાસ ના તણખલાં એકઠાં કરી ને એનુ ઘર બનાવે છે કુદરતે આપણ ને પહાડો અને ગુફાઓ મેદાનો નદી /દરિયા કીનારા ઝરણાં આપ્યુ એટલે આપણે ઘરો બનાવવા ને બદલે ગુફાઓ માં રહેવાનુ કે ? નદીઓ પર પુલ નહી બનાવવા કે ? કુદરતે નદી ઓ ને સાગર તરફ વહેતી મુકી એટલે એની પર બંધ નહી બનાવવો કે ? ચોક્ક્સ બનાવી શકાય ... માણસ એ પોતાની ઉન્નત્તી માટે જ આમ કર્યુ છે જો બંધ તુટી જાય અને અનેક માણસો ના જાન માલ નુ નુકસાન થાય તો કુદરત રુઠી એવા તર્કો ના લાવી શકાય એમાં માણસ ની જ બેદરકારી કહી શકાય બાકી તો આપણી સંસ્કૃતિ ના એ ગ્રંથો "વેદ" પણ વિજ્ઞાન ને પોષે છે અથવા એ ગ્રંથો માં વિજ્ઞાન ને પુર્ણ સમર્થન છે એમ કહી શકાય યજ્ર્વેદ ના પ્રથમ ખંડ માં જ જળ નુ સંચય અને એનો સદૌપયોગ કરવાની પ્રેરણા અપાઇ છે જળ જ નહી પ્રક્રુતી ના દરેક જીવન ઉપયોગી તત્વો નો સમાવેશ કરાયો છે
એટલું જ નહીં વિજ્ઞાન નાં નિયમો અને માન્યતા ઓ ને તો વેદો એ કદાચ હજારો વર્ષ પહેલાં લખી નાખી છે
"બીગબેન્ગ" નો સિધ્ધાંત .....असीदिदं तमोभूतमप्रग्यातमलक्षणम्। अप्रतर्क्यमविग्येयं प्रसुप्तमिव सर्वतः॥ ઋગવેદ માં
અર્થ : આ આખુ જગત સૃષ્ટી પહેલાં અંધકાર આચ્છાદિત હતું એ સમયે એમાં જાણવા યોગ્ય કશુયે નહોતુ એવી જ રીતે અંત પછી પણ એવું જ સુસુપ્ત હોય છે
ઇશાવયસ્યોપનિષદ કહે છે तदन्तरस्य सर्वस्य तदु सर्वस्य बाह्यतः॥ એનો જ અર્થ વિજ્ઞાન નો સિધ્ધાંત : જેને આપણે દ્વેત અથવા દ્વી-રુપીય જોઇયે છીયે માનીયે છીયે તે વાસ્તવ માં અદ્વેત અથવા એકરુપીય છે "પદાર્થ અને ઉર્જા એક જ છે દ્વૈત અદ્વેત છે "મતલબ વિજ્ઞાન છેક એકવીસ મી સદી માં કહે છે કે આપણે સહુ કણિકા જગત માં રહીયે છે આપણે કોઇઅ પણ વસ્તુ પદાર્થ ને જોઇએ છીયે અથવા નથી જોઇ શકતા એ કણો અને મુળકણો વચ્ચે ની અસંખ્ય જોડતોડ નુ પરિણામ છે
આવુ બધુ હજાર્રો વર્ષો પહેલા લખાઇ ગયુ એનો અર્થ એ નથી કે આપણે વિજ્ઞાન કરતા એ ગંર્થો ને વધારે માનવું બલ્કિ આપણા એ ગૌરવસમા ગ્રંથો પર ગૌરવ થવો જોઇયે કે એમાં જે લખાઇ ગયુ છે એ હજારો વર્ષો પહેલા પૌરાણીક વિજ્ઞાન ની કસોટીએ ચઢી ને લખાયુ હોઇ શકે જેના પર આધુનિક વિજ્ઞાન ખરાઇ ની મહોર મારતુ જાય છે

પ્રાર્થના શ્રધ્ધા ને પોષે છે અને ફક્ત એટલા માટે જ બૌધ્ધિકશુરાઓ પ્રાર્થના વિરોધી માન્યતાઓ લઇ ને તર્કશુરાઓ બની ને ખરેખર પોતે પોતાની જ અક્કલ ને ઉલ્લુ બનાવી રહ્યા હોય એ વાત ૧૦૦% ની છે

વાહીયાત તર્કો .... અજ્ઞાત ભય દ્વારા ઇશ્વર નુ સર્જન ....હોઇ શકે એ વાત ની ના પણ નહી પણ એક સીધો સવાલ શું અનીશ્વરવાદીઓ ભય-વિહિન હોઇ શકે ખરા? બ્ર્હ્માંડ માં સૃષ્ટી નુ સર્જન અને સંચાલન કોણ કરે છે ? પ્રકૃતી ને ?( એ એ ને જ વેદો માં પરમ તત્વ એવું નામ અપાયુ છે ... પંચ તત્વો ને મહત્વ અપાયુ છે એ શુ સુચવે છે ?)
જો જવાબ "ના" માં મળે તો તેઓ ના તર્ક ના ચુરેચુરા ... અને હકીકત માં એનો જવાબ "હા" જ હોઇ શકે પણ પણ બ્ર્હ્માંડ માં એક પણ માનવી એવુ ન હોઇ શકે જે કુદરતી આવેગો ..ભય-ભોગ-આનંદ-પીડા વગેરે થી મુક્ત હોઇ શકે અને જો કોઇ કહે કે હું નિર્ભય છું તો માનવું કે એ વ્યક્તિ "સ્વસ્થ" ન હોઇ શકે એને મનોચિકિત્સક ની જરુર હોઇ શકે કોઇ એમ કહે કે મને ભુખ જ નથી લાગતી તો એને ચિકિત્સક ની જરુર પડી શકે  ભયગ્રસ્ત થવુ કુદરતી જ છે અને ભય પામ્યા પછી પોતાની જાત નુ બેલેન્સ કરવું કુદરતી જ છે દરેક આવેગો કુદરત નિર્મિત છે એના થી ઠાલા તર્ક આપી ને બચી નીકળવાની કોશિષ કરવી  એ પોતાની જ બુધ્ધિ નુ પ્રદુષણ કરવા સમાન ગણી શકાય
આપણે ત્યાં કળા ને ધર્મ સાથે જોડી દેવામાં આવેલી અને ત્યાર થી ચિત્રો /મુર્તિઓ આવી અને એ પણ કળા ને આપણી સંસ્કૃતી માં ધાર્મિક પાબંદીઓ નથી અને એટલે જ છુટ થી જુદા જુદા ભગવાનો આવ્યા અને આવતા જ રહેવાના એ બાબત કદાચ અંધ ધર્મપ્રેમીઓ નહી સમજી શકતા હોવાના હોબાળા થવા સામાન્ય જ છે ખેર પ્રાર્થનાઓ થી કુદરત ને કોઇ ખલેલ નથી પહોંચતી અને ન તો એ અકુદરતી છે બલ્કી પ્રાર્થના એ દરેક ક્ષેત્રો માં સફળ લોકો દ્વારા આંતર મન ની કસોટીઓ માં થી પાર ઉતરેલી શાંતિ અને શુધ્ધ ઉર્જાવર્ધક મનોકામના છે 

હે ઇશ્વર ..મારી આ સ્તુતિ /બંદગી /પ્રાર્થના અવશ્ય સાંભળજે  આવા બાળબુધ્ધિ તર્કશુરાઓ ને ભલે તેઓ તને ન પ્રાર્થે કે ના માને પણ જેઓ માને છે પ્રાર્થે છે એવા લોકો ને ખોટાં તર્ક આપી ને ઇ-રેશનલ પ્રવૃતિ કરતા /આંગળીઓ કરતા મગજ નો કચરો જ્યાં ત્યાં  ઠાલવતા લોકો ને  સદબુધ્ધિ આપજે ......

।।यो भूतं च भव्‍य च सर्व यश्‍चाधि‍ति‍ष्‍ठति‍।
स्‍वर्यस्‍य च केवलं तस्‍मै ज्‍येष्‍ठाय ब्रह्मणे नम:।।
-अथर्ववेद 10-8-1
"જેઓ ભૂત, ભવિષ્ય અને સર્વ માં વ્યાપ્ત છે જે દિવ્યલોક ના અધિષ્ઠાતા પણ છે એ બ્ર્હંમ (પરમેશ્વર) ને મારા પ્રણામ" !!

આ લેખ પુરતો વિરામ...... આપ સહુ ના તટસ્થ પ્રતિભાવો ની આતુરતા સહ
-શ્યામ શૂન્યમનસ્ક