Rationalism = બુધ્ધિવાદ
Retionallist = સમજદાર , સુઝ ધરાવનાર , વિવેકી
"વિવેકબુધ્ધિ" ના નવા અભિગમ..... જે સમાજ ને અંધશ્રધાઓ, વહેમ અને દુષ્પ્રચાર થી દુર કરી ને એક નવી દીશા માં લઇ જવાની એક શરુઆત... સારા આશય સાથે સમાજ કલ્યાણ માટે પ્રકૃતિ-તરફી એક શુધ્ધ અને વૈજ્ઞાનિક પધ્ધતિ ને અનુસરતી એક પ્રણાલિ ........!!! અથવા પ્રણાલિ ની શરુઆત
આ જ રીતે ઘણાં બધાં બુધ્ધિજીવીઓ રેશનાલીઝમ ને પોતપોતાની રીતે એક સુગમ- અભિગમ સાથે મુલવે છે
કારણ .... હજી આ એક ઉગતો વિચાર છે અને ઉગતા વિચાર ને જ્યાં સુધી ટેકનિકલી રીતે ફીક્સ નહી કરી શકાય ત્યાં સુધી અથવા જ્યા સુધી રેશનાલીઝમ સુગમ રીતે પધ્ધતિસર સમાજ નાં દરેક પાસાંઓ પર તાર્કીક રીતે સુદ્ઢ અને બંધબેસતા નહી બને ત્યા સુધી રેશનાલીઝમ અંગે બૌધ્ધિકો /તત્વચિંતકો વચ્ચે પણ ગેર સમજો અને દ્વીધાઓ રહેશે ..... !!!
આ દ્વીધાઓ મુદાસર/ તાર્કિક રીતે જોઇયે
(૧) રેશનાલીઝમ માં ધર્મ અને નાસ્તિકતા .....////
----------------------------------------
"માનવીય સંસ્કૃતિ નાં મુળભુત ઇતિહાસ માં આપણે જઇયે તો "ધર્મ" એ સમાજ નાં બંધારણ નો પાયો નાખ્યો "
હવે એ બાબત ને આગળ તાર્કિક રીતે વિચારીયે
માણસે શું કરવુ શુ ન કરવું એનાં પરિમાણો નક્કી થયા અને ત્યાં થી મુળભુત સંસ્કૃતિ નો ઉદભવ થયો સમયાંતરે બૌધ્ધિકો ને એમાં શુ કરવું અને શું ન કરવુ બાબતો એ મતભેદ લાગ્યા હશે તો અલગ અલગ ધર્મો ની સ્થાપના ઓ થયી અને જે લોકો ને એમની વિચારસરણીઓ માફક આવી અથવા ગમી એ લોકો એનાં અનુયાયીઓ બન્યા અને ધર્મો વચ્ચે વાડાઓ ઉભા થયા સમયાંતરે એમાં પણ કુરિવાજો અને કુ- પ્રથાઓ દુર કરાવતા બૌધ્ધિકો પણ આવ્યા અને એ રીતે ધર્મ ની રીતે સમાજ મજબુત બને અને સમાજ ને સાચી સમજ કેળવાય એના માટે ધર્મો અત્યાર સુધી પ્રયાસો કરતા જ આવ્યા છે
ભારતિય મુખ્ય ધર્મ માં ચાર વર્ણ અને વર્ણ મુજબ કર્મ કરવા એવી માન્યતા આજનાં જમાના માં
આપણા દેશમાં લગભગ નહીવત થવા બેઠી છે ભારત માં લોકશાહી ની સ્થાપના પછી એનાં મુલ્યો માં સુધારા વધારા પણ થતા જ આવ્યા છે અને બૃહદપણે આ પ્રણાલિકા નો અંત આવી ચુક્યો છે અને જો નહીવત પ્રમાણ માં હશે તો એનો અંત પણ નિશ્શિત છે જ !! કેમ કે લોકશાહી માં આ પૌરાણિક પ્રથા ઇતિહાસ બની ચુકી છે કેમ કે
ઇતિહાસ નાં પાના ઉથલાવો તો ખ્યાલ આવશે
કે કેટલાયે મહાનુભાવો થયી ગયા જેમણે રેશનાલિઝમ નાં કામો આજ થી વર્ષો પુર્વે કર્યા અને એ પણ ધાર્મિકતા જાળવી રાખી ને (નાસ્તિક ન બની ને ) ......... હવે એબધા ને આપણે ટુંક માં જોઇશું
૧ - રાજા રામમોહન રાય - જેઓ એ ભારતિય પુન:જાગરણ અને સામાજીક સુધાર આંદોલનો નાં પ્રણેતા ગણવામાં આવે છે સમાજ માં થી કૃર સતીપ્રથા નો વિરોધ અને ‘સન્માર્ગ ગ્રહણ કરી એકેશ્વરવાદ(ધર્મો નાં વાડાઓ તોડી ને એક જ ઇશ્વ્રર) નો પ્રચાર (અઢારમી સદી)
૨ - રામકૃષ્ણ પરંમહંસ - જીવદયા અને જીવ સેવા ના પ્રણેતા
૩- સ્વામિ વિવેકાનંદ - રામકૃષ્ણ પરંમહંસ નાં શિષ્ય જેમણે રામકૃષ્ણ મિશન ની સ્થાપના દ્વારા જીવદયા, અંધશ્રધ્ધા નિવારણ/ મુર્તિપૂજાનો વિરોધ અને સમાજકલ્યાણ ના કાર્યો કર્યા સાથે ચાર વર્ણ માટે સમાનતા ના મુલ્યો માટે એક આદર્શ બન્યા (અઢાર મી સદી )
૪- મહર્ષિ દયાનંદ સરસ્વતિ - મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મંદિરો માં થતા પશુબલિનો વિરોધ, બુરખા/ઘુંઘટ પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. (અઢાર મી અને ઓગણીસ મી સદી )
હવે ઇતિહાસ માં એથી પણ ખુબ આગળ જઇયે ...ચોથી સદી માં મૌર્યકાળ માં ચાણક્ય નાં સમાજવાદી નીતી શાસ્ત્ર માં જ્યાં રાજા/પ્રધાનો / મંત્રીઓ એ સામાન્ય જીવન જીવવુ અને પ્રજા ને સુખરુપ જોવી દરેક ને નાત/જાત નાં ભેદવગર શિક્ષણ નો અધિકાર સમાન પ્રજાતંત્ર લક્ષી રીતે બૌધ્ધિકો ને ઉચ્ચપદ જે ચાણક્ય ની "સંસ્કૄત ભાષા માં લખાયેલી "કૌટીલ્ય નિતી" માં ઉલ્લેખો જોવા મળી શકે છે
આ વાત થયી માનવી એ ઇસવી સન ગણવાની શરુઆત કરી ત્યાર થી અત્યાર સુધી ના ઇતીહાસ ની ..........
આ લોકો સાચા અર્થ માં "રેશનાલીસ્ટો " હતા કે નહી ??? શુ તેઓ નાસ્તિક હતા?? શા માટે આસ્તિક હતા શું ઇષ્વર પ્રત્યે ની શ્ર્ધ્ધા તેઓ નો અંધવિશ્વાસ હતી ?
માનવી ઉત્તરોત્તર બૌધ્ધિકતા પ્રગતી જ કરતો આવ્યો છે
જ્યાં રેશનાલીઝમ ને સંપુર્ણ પણે " વૈજ્ઞાનિક" ગણી લેવાયું ત્યાં નાસ્તિકતા નો પ્રચાર પ્રસાર પણ શરુ થયી ગયો ( વિજ્ઞાન ને પણ આગળ નાસ્તિકતા નાં સંદર્ભ મહત્વ નાં પુરાવા અને સ્ત્રોત્ર સહીત માં આ પછીનાં એક લેખમાં જોઇશું)
જે લોકો પોતાને આધુનિક "રેશનાલીસ્ટ" ગણાવે છે નાસ્તિકવાદ માં રાચે છે અને એ દ્વારા પોતાને રેશનાલીસ્ટ ગણાવે છે એ લોકો માટે આ ઐતિહાસિક પાત્રો નો અભ્યાસ કરવો રહ્યો
"પ્રાંત, ધર્મ, જાતી વગેરેના ભેદભાવ અર્થહીન છે. જ્યાં સુધી મનમાં અને આચરણમાં આવા ભેદભાવ હોય, ચમત્કારમાં માનતા હોઈએ ત્યાં સુધી રૅશનાલીસ્ટ ન થવાય."
હવે આવા જ ભેદભાવો વિરોધ માં અને સુ-આચરણ નો પ્રચાર પ્રસાર જો ઇતિહાસ માં ના મહાનુભાવો એ કર્યો હોય તો એમને સાચા રેશનાલિસ્ટ કેમ ન ગણવા ...??
અને એમને જો સાચા રેશનાલિસ્ટ ગણવા માં આવે તો રેશનાલીઝમ માં નાસ્તિકતા નો પ્રચાર પ્રસાર શા માટે કરવો ??????
જે લોકો "રેશનાલિઝમ" ને નાસ્તિકતા સાથે સરખાવે છે એમણે ઉપરોકત ઇતિહાસ નાં પાના ઓ વિસ્તૃત રીતે ઉથલાવવા જરુરી બને છે
હવે આપણે પાછા વળીયે છીયે રેશનાલીઝમ ની વાત પર કે જ્યા પણ રેશનાલીઝમ ની વાત થાય ત્યાં
"ધર્મ" બાબત થોડી લોકશાહીની ‘સ્વતંત્રતા’ તેમ જ ‘સમાનતા ની સાપેક્ષ માં જોઇયે તો
બિનસાંમ્પ્રદાયીક દેશ માં આપણે આપણે આપણા પોતાના ધર્મ ને ઉઘ્હાડો પાડી શકીયે છીયે પણ બીજાઓ ને એમનો ધર્મ ખોટો છે એમ કહેવુ એ અથવા આસ્તિકો ખોટા છે એમ કહેવું એ સંસ્કૃતિ નાં સંદર્ભ માં ઉંડા ઉતર્યા વગર નૈતિકતા ની વિરુધ્ધ ગણાશે
ક્યારેક વધુ પડતા વિચારશીલ બની ને અથવા એમ કહી શકાય કે પોતાને વધુ પડતા "રીઝનીંગ" થયી ગયા પછી ક્યારેક કોઇ શબ્દ અથવા વ્યક્તિઓ અથવા બીજી વ્યક્તિઓ જેઓ રેશનાલીઝ્મ નો વિરોધ કરે ત્યારે
રેશનાલીઝમ અંગે
૧-અધુરુ જ્ઞાન / પુરતી સમઝ નો અભાવ ..///
કહેવાતા નાસ્તિકો જેઓ પોતે પોતાને રેશનાલીસ્ટો તરિકે ઓળખાવે છે તેઓ હજી રેશનાલીઝમ ની વાખ્યા કરવા ની ઉલઝન માં પડ્યા છે... રેશનાલીઝમ ને લગતા કેટલાય પુસ્તકો માં કે લેખો માં એ વાંચી શકાય છે અને તેઓ ને એમ ટાંકતા પણ જોઇ શકાય છે કે આ રેશનાલીઝમ હજી એક ઉગતો વિચાર છે
નાસ્તિકતા //////
આ દ્વીધાઓ ની પરાકાષ્ટા બાબતે વાત કરીયે તો ઇન્ટર્નેટ નાં માધ્યામ તેમજ પ્રત્યક્ષ રીતે જે "રેશનાલીઝમ" ની વાતો ચાલે છે એનું વાંચન કર્યા પછી જાણાયું કે
રેશનાલીસ્ટ કોને કહી શકાય અથવા રેશનાલીઝ્મ ને "ફોલો" કરવુ (અનુસરવું) એ શું છે ?
રેશનાલીઝમ માં વાસ્તવિકતા વાદ અને વધારે મહત્વ આપી ને માનવીય સંસ્કૃતિ નાં મુળભુત બંધારણ ના પાયા ને (ધર્મ) ને નિશાન બનાવી ને નાસ્તિકતાનો પ્રચાર કરાઇ રહ્યો છે સંસ્કૃતિ માં રહેલી બિનજરુરી બાબતો ને રદીયો આપવાને બદલે માનવીય સંસ્કૃતિ ને જ રદીયો આપવા માં આવી રહેલો જણાય છે
જ્યાં કેટલાંક બૌધ્ધિકો ખરેખર એ પાયા ને સ્વીકારી શક્યા છે અને એમના લેખ માં પણ ટાંકતા જોવા મળે છે કે ધર્મ ને સાથે રાખી ને સમાજ માં થી અંધશ્રધ્ધાઓ દુર કરવી તેઓ સાચા અર્થ માં "બુધ્દિવાદીઓ તરીકે નજરે ચડે છે અને કેટલાક ફક્ત નાસ્તિકવાદ ને પોષી રહ્યા છે
લેખનકળા નો દુર-ઉપયોગ
===================
આધુનિક રેશનાલીસ્ટો નાં કેટલાક લેખો અને લેખન સામગ્રી વાંચી તો કહેવાતા તત્વચિંતકો/બૌધ્ધિકો ની નવાઇ પમાડે એવી લાગે છે ... એ વાત ને હું અહિયા "Reasoning," ની રજુઆત કરીશ કેમ કે "રેશનાલીસ્ટો" ના મતે એમને સમજાવવા માટે કોઇ પણ ચર્ચા છેડી દો ત્યારે એ લોકો અચુક રીતે આપને "તર્ક-વિતર્ક" દ્વારા ચર્ચા માં ઉતરશે ને જે તે ચર્ચાઓ થકી નિકળતા નિષ્કર્ષ ને અનુસરવા માટે અથવા દલીલ ને માનવા માટે વૈજ્ઞાનિક પુરાવા ઓ માગશે
એ વાત અલગ છે કે જ્યારે એ લોકો સમગ્ર સિસ્ટમ ને ખોટી પુરવાર કરવા માટે ફક્ત તર્ક નો સહારો લેશે
ચાલો એક ઉદાહરણ જોઇયે
એ લોકો કોઇ પણ પૌરાણીક બાબતો માં વિષ્વાસ નહી કરે ....///// કેવી રીતે ?? જોઇયે
દરેક ધર્મો એક શક્તિ માં માને છે અને એ "શક્તિ" એ Power ( ધાર્મિક રીતે સાર્વજનિકતા ના આધાર પર જોઇશું ઇસ્લામ માં અલ્લાહ , ખ્રિસ્તિ ઓ માં -ગોડ કે આર્ય ધર્મ માં -ભગવાન )
એ પાવર ને આધુનિક રેશનાલીસ્ટો/નાસ્તિકો પ્રકૃતિ માં ખપાવશે
સુર્ય , અગ્નિ , જળ , વાયુ , જમીન , નદી , સમુદ્ર બધુ પ્રકૃતિ છે
શક્તિ/ ઇષ્વર જેવું કશુ અસ્તિત્વ માં નથી અને જો હોય તો પુરાવા માંગશે.... ભલે પોતે અસ્તિત્વ માં છે એ માટે નાં પોતાના પુર્વજો નાં પુરાવાઓ ન હોય કે ચાર પેઢી પહેલાં નો પોતાનો પુર્વજ કોણ છે ....////
ઇષ્વર હોવાની વાત ને રદીયો આપી ને ઇષ્વર હોવાની શ્રધ્ધા ને પણ અંધ -શ્રધ્ધા ગણાવી ને
પુરાવાઓ ની હોડ માં આવી જઇ ને આવનારી પેઢી બાપ ની ઓળખ માટે DNA ટેસ્ટ કરાવી ને ઓળખ કરે એ દિશા એ આપણે સમાજ ને લઇ જવાનો છે ??
જે સંસ્કૃતિ માં મા-બાપ ને જન્મદાતા, ભગવાન તરીકે ની ભાવના ઓ જોડાયેલી છે એ સંસ્કૃતિને પાશવી બનાવી ને નીચલી કક્ષાએ લઇ જવાનાં ઉદેશ્યો છે નાસ્તિકતા ના ?
હવે થોડા આગળ વધીયે કરીયે શ્રધ્ધા અને અંધ-શ્રધ્ધા ના સાપેક્ષ માં બિલકુલ વૈજ્ઞાનિક રીત ને અનુસરીને જ .....///////
વિજ્ઞાન ના થોડા અલગ અંદાજ માં મનો- વિજ્ઞાન નું સંકલન કરી ને કેમ કે સવાલ પુરાવાઓ નો છે ......
આધુનિક ગણાતા રેશનાલીસ્ટો શ્રધ્ધા અને અંધશ્રધ્ધા નો ભેદ પણ નથી પારખી શક્યા ઘણા બધાં લેખો વાંચ્યા પછી એ લોકો ને શ્રધ્ધા અને અંધશ્રધ્ધા બન્ને વસ્તુ પર એક જ વાત પર આવી ગયા કે બન્ને એક જ વાત છે ક્યાંક કોઇક કોમેન્ટસ માં અને એક પીડીએફ ફાઇલ (મેગેજીન) માં... સ્વામિ સંચ્ચિદાનંદ જી હથિયાર ધારણ કરી ને સુચવે છે કે એમને પણ શ્રધ્ધા નથી કે ઇષ્વર એમનુ રક્ષણ કરશે ........... એવું વાંચવામાં આવ્યું કે ઇષ્વર પ્રત્યે શ્રધ્ધા એ પણ અંધશ્રધ્ધા જ છે........ લેખન કળા નો દુર-ઉપયોગ કરી ને નાસ્તિકતા નાં પ્રચાર માટે ઉદાહરણો બેસાડવા માટે ગમે તે લખી શકાય પણ એની ભીતર માં શુ છે એ જાણવુ અંત્યંત જરુરી છે ..
સાચા અર્થ માં કહુ તો એમણે સમાજ ને સુત્ર પણ આપ્યું છે કે "વીરતા પરમો ધર્મ" ...!!!! વીરતા પહેલો ધર્મ છે પોતાની રક્ષા કરવા પોતે વીર બનવું
ખરેખર કોઇ નાં પણ જીવનચરિત્ર નો અભ્યાસ કર્યા વગર નુ વિધાન મેગેજીન માં લખી નાખ્યુ એ લખનાર આધિનુક રેશનાલીસ્ટ ને ખ્યાલ નહી હોય કે સચ્ચિદાનંદ જી એ સમાજ કલ્યાણ ના કેટલા કાર્યો કર્યાં અને ગુજરાત ભર માં કેટલી જગ્યા એ એમના સમાજકલ્યાણ માટે કેન્દ્રો ખોલ્યા છે અને તેઓ શ્રી ઇતિહાસ મા થયી ગયેલા ( ઉપર ઉદાહરણો માં પાંચ મહાનુભાવો) ની પગદંડી પર ચાલનારા વ્યક્તિત્વ ની ઉત્તમ મિશાલ છે તેઓ શ્રી એ સમાજીક ઉત્થાન માટે શૈક્ષણીક ક્ષેત્રે/આરોગ્ય ક્ષેત્રે/જીવદયા ક્ષેત્રે કેટલા મોટા પ્રમાણ માં યોગદાનો (આર્થિક રીતે પણ )આપ્યા છે એનો ખ્યાલ છે ????? મારી પાસે સોર્સ પણ છે (જેઓ દાન માટે ક્યારેય કોઇ ની ચાપલુસી કે ઢોંગ વૃતિ કરતા નથી જોવાયા) રક્તદાન શિબિરો દ્વારા હજારો લોકો નાં જીવન રક્ષણ જેવા સમાજવાદી મહાયગ્નો કરે છે
(એમનો મુખ્ય આશ્રમ આણંદ જીલ્લા નાં પેટલાદ નજીક દંતાલી ગામે છે ફક્ત ત્યાં જ નહી ગુજરાત ભર માં ચારેક જેટલાં સમાજસેવી સેવાકેન્દ્રો પણ ખોલ્યાં છે એ સિવાય વિષ્વનાં અનેક દેશો ની મુસાફરી કરી ને સેવાજ્યોત દ્વારા સામાજીક સેવા જ્યોતદ્વારા માનવતાવાદ ને પ્રકાશિત કરી રહ્યા છે)
તે સિવાય તેઓ એક ઉત્તમ કક્ષા નાં લેખક પણ છે
બીજી વાત આ આધુનિક ગણાતા રેશનાલીસ્ટો એ નાસ્તિકવાદ ફેલાવવા સિવાય શૈક્ષણીક ક્ષેત્રે/આરોગ્ય ક્ષેત્રે/જીવદયા ક્ષેત્રે કેટલા મોટા પ્રમાણ માં યોગદાનો આપ્યાં અને કઇ કઇ રીતે આપ્યાં એ જાણવા આતુરતા પણ છે
વડોદરા થી આશરે ૩૦ કીમી દુર વાઘોડીયા નજીક એક મહાત્મા આવ્યા જેમણે માનવીય સેવા કાર્યો ની શરુઆત કરી શરુ મા લોકો ને જડીબુટ્ટીઓ આપી ને સેવાકીય યજ્ઞ નો આરંભ કર્યો ધીમે ધીમે એ વિસ્તરતો ગયો લોકો ત્યાં દાન આપતા ગયા અને એ યજ્ઞ મહાયજ્ઞ બની ને આજે સેવાકાર્યો કરી રહ્યો છે કે આજે એ સંસ્થા ભારત ભર માં કેન્સર ની ટ્રીટમેન્ટ આપતી ખ્યાત નામ હોસ્પીટલો માં એક ગણાય છે જ્યાં હજાર થી ઉપરાંત બેડ ની અધ્યતન મેડીકલ સેવાઓ આપતી એક મહાકાય સંસ્થા બની ચુકી છે જ્યાં લોકો કરોડો નું દાન આપે છે અધ્યતન મેડીકલ સેવાઓ ઉપરાંત માનસિક બિમારો અને સમાજ દ્વારા ત્યજેલા માનવીઓ જ નહી પણ જીવદયા ક્ષેત્રે મુંગા પશુ ઓ માટે સેવાકેન્દ ચાલી રહ્યું છે જે "મુનિ-આશ્રમ" તરીકે જાણીતું છે
જ્યાં સેવા યજ્ઞ થી અભિભુત બની ને કરોડપતી ઓ (ચરોતર અને સાઉથ ગુજરાત નાં NRI) પણ પોતાની ઓળખ આપ્યા સિવાય પોતે આર્થિક રીતે સેવાયજ્ઞ માં જોડાયા છે એટલું જ નહી જીવદયા ક્ષેત્રે શારિરીક સેવાઓ જેવી કે ઝાડું વડે સફાઇ કરવી પશુ ઓ ની સેવા વગેરે માં પોતાના યોગદાનો આપી રહ્યા છે
આવી આખા વિષ્વ માં નજર કરીયે આપણી આસપાસ નઝર કરીયે લાખો સંસ્થાઓ દેખાશે
આવા ભાગીરથ કાર્યો કરનાર મહાનુભાવો ને ઇષ્વરીય શ્રધ્ધા બાબત નો દાખલો બેસાડી ને અંધશ્રધ્ધા કહી શકાય ?
બલકી એમની સાચી ઇષ્વરીય શ્રધ્ધા એ જ છે કે જેઓ પોતાના કર્મો માં સફળ બન્યા છે
સંસ્કૃતિ (ધર્મ) એ સમાજ ને શું નથી આપ્યું ?? લાખો સમાજસેવી સંસ્થાઓ લાખો મહામાનવો આપ્યા છે જે સમાજ ને માનવતાવાદ તરફી લઇ જઇ રેહેલાં છે પાંચ-પંદર ધુતારાઓ ધર્મ નાં નામે ધતિંગ કરતા પકડાયા હોય તો એમને વખોડવા જોઇયે પણ એને લીધે આખી સંસ્કૃતિ ને ગાળો દેવી એ કેટલાં અંશે વ્યાજબી બને છે ?
આર્ય સંસ્કૃતિ માંસાહાર ને વર્જ્ય ગણાવે છે એ શા માટે ગણાવે છે એનાં અનેકો કારણો ... ભારત ખેતીપ્રધાન દેશ છે પુષ્કળ પ્રમાણ માં પાકતું ધાન જો એને કોઇ નહીં ખાય તો ભારતીય અર્થવ્યવસ્થા નું શું ?? આવું તો દુનિયાભર ની સંસ્કૃતિ ઓ નાં અબ્યાસ કરવા માં આવે તો ખ્યાલ આવી શકે કે સંસ્કૃતિ માં કેટલું "ઉંડાણ" છે
નાસ્તિકો ચર્વાક નાં વખત થી માનવીય સમાજ માં અસ્તિત્વ ધરાવે છે એમણે આ બધાં ક્ષેત્રો એ કેટલાં યોગદાનો આપ્યા ?
જ્યારે ઇષ્વરીય સ્વીકૃતી લક્ષી મહામાનવો બે-ચાર કે પાંચ નહી લાખો ની સંખ્યા માં આજે પણ છે અને એમનાં યોગદાનો વિશ્વભર માં સંસ્થાઓ દ્વારા મોજુદ છે
શ્રધ્ધા અને અંધશ્રધ્ધા :
================
શ્રધ્ધા : કોઇને હાનિ ન પહોંચે એવા સ્વાર્થી કે નિશ્વાર્થ કલ્યાણકારી કાર્ય માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇષ્વર ,વ્યક્તિ યા પ્રણાલિકા ઉપર આસ્થા અથવા વિશ્વાસ
અંધશ્રધ્ધા : પોતાના સ્વાર્થ માટે કોઇપણ ભોગે અથવા અનર્થ ને પણ આવકારતી કાર્ય શૈલી માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇષ્વર, વ્યક્તિ યા પ્રણાલિકા પર મુકાતો આંધળો વિશ્વાસ
હવે મુખ્ય મુદ્દા પર આવીયે ક્યાક એમ પણ વંચાયુ કે આપણે નારિય઼ેળ ફોડો તો એ શ્રધ્ધા અને કોઇ આદિવાસી એના દેવી દેવતા ને બકરા નો બલિ આપે એ અંધશ્રધ્ધા...////
અથવા આપણે પાંચ રવિવાર દેવ દર્શને જઇયે એ બાધા એ શ્રધ્ધા અને કોઇ ભુવા પાસે જાય એ અંધશ્રધ્ધા....//////
મતલબ કે બંન્ને વાત ને એક જ રીતે જોઇ લેવાઇ કેમ કે આપણી સંસ્કૃતિ નાં એટલા બધા આયામો છે અને આપણી સંસ્કૃતિ બહુપારિમાણ્વીય છે કે દરેક વસ્તુ ની વાખ્યા કરવી એ અશ્કય થયી ગયુ છતાં જો ઉંડાણ માં ઉતરી જાઓ તો એની પરફેક્ટ ડેફીનેશન અવશ્ય મળશે પણ એ માટે પોતાના વાદ મુજબ જ તટસ્થ બનવુ પડે
જેવી રીતે રેશનાલીઝમ ના પ્રચાર પહેલાં રેશનાલીઝમ નો સ્વીકાર કરવો પડે છે. આપણે જાતે રૅશનાલીસ્ટ બનવું પડે છે ઓફકોર્ષ એવી જ રીતે .../////
તથા શાપ અને આશિર્વાદ ને મનો વિજ્ઞાન સાથે સાંકળવા નો પ્રયાસ કરીય઼ે
કોઇ નુ આપ ભલુ કરો એટલે એનું હદય આપણ ને આશિર્વાદ હવે એ આપણ ને ફળે કે નહી અથવા કોઇ નું બુરુ કરી નાખીયે તો એનો શાપ આપણૂ કશુ બગાડે કે નહી
ચાલો એ વાત નુ થોડુ ડીસ્કશન કરીય઼ે
રેશનાલીસ્ટો જેઓ નાસ્તિકતા માં રાચે છે આ વાત માં જરા પણ ભરોષો નહી કરી શકે કેમ કે એ લોકો વૈજ્ઞાનિક પુરાવાઓ નો આધાર લેશે તો એમને અહીય઼ા મારી સમજ પુર્વક મનો-વૈજ્ઞાનિક ઢબે પુરાવાઓ આપવાની કોશિષ કરીશ
આપ કોઇ નુ ભલુ કરો એટલે એ "આશિષ" દેશે અને એ આશિષ થી ભલે ભલુ કરનાર નુ ભલુ થાય કે નહી પણ એનુ મન શુધ્ધ અને સુવિચારિત ભાવનાઓ થી તૃપ્ત થશે
અને એ દ્વારા એ વ્યક્તિ પોતાની ચારેય તરફ ભલાઇ નુ જ અને સંતૃપ્તિ નુ સમાજ તરફી મુલ્યાંકન કરશે અને પોતે પણ એવો બનશે એ નક્કી એ દ્વારા સમાજ માં ભલાઇ નો ફેલાવો થશે
એવુ જ સામા પક્ષે બુરાઇ થી મળતા શ્રાપ નુ છે એનાથી સમાજ માં બુરાઇ / ગંદકીઓ ફેલાશે જેની સાથે બુરાઇ થયી છે એ માનવી બીજા લોકો સાથે બુરાઇ કરવા ની ભાવના થી પીડાશે અને એ વ્યક્તિ સમાજ ને ગંદો બનાવા ની કોશિશો માં રત થયી જશે ............આ છે મનો-વિજ્ઞા્ન ......////// જેના પુરાવાઓ આજ સુધી ની થિસીસો આપી શકે છે
જો શ્ર્ધ્ધા નહી હોય તો વિશ્વાસ નહી હોય અને વિશ્વાસ નહી હોય તો પ્રેમ નહી હોય અને પ્રેમ નહી તો માનવીય જીવન નાં મોટાભાગ નાં જે વ્યવહારો ચાલે છે એ કેમ ટકી શકશે ?
=====================================================================================================
(અનકોન્શિયસ માઇન્ડ, લેખક -સિગ્મંડ ફ્રાઇડ (જેઓ ને માનસશાશ્ત્ર ના પિતામહ ગણવામાં આવે છે)
માનવીય મન બાબત ને સાંકળતી આવી બધી કડીઓ માટે મનો-વિજ્ઞા્ન નો અભ્યાસ એ લોકો ને જરુરી માહીતી આપી શકશે
============================================================================================
દુષ્પ્રચાર ???
કહેવાતા "રેશનાલીસ્ટો" લોકશાહી નાં સમાન હક્કો ને ટાંકી ને ફક્ત અને ફક્ત આર્ય ધર્મ નો જ દુષ્પ્રચાર કરી રહ્યા છે કોઇ ની તાકાત છે ઇસ્લામ કે કેથોલીક પ્રત્યે આંગળી ચિંધી શકે ????? જેવી રીતે આર્ય ધર્મ માં કુરિવાજો હોવાનુ ટાંકી ને પોતે નવી વિચારશૈલી વાળા બને છે એમંણે પોતાના સિવાય નાં ધર્મો અંગે કેટલો અભ્યાસ કર્યો બીજા ધર્મો પ્રત્યે ની એમની કુરિવાજો પ્રત્યે ની માનવતા ની લાગણી ક્યાં ગયી ?? શુ એક જ ધર્મ દ્વારા આખો માનવીય સમાજ સંચાલિત થયી રહ્યો છે ??
વિષ્વ કક્ષાએ જુઓ વિષ્વ નાં મુખ્ય ધર્મો સામે તો ભારતિય મુખ્ય ધર્મ એક ટકા જેટલો પણ નહી હોય શુ એ ધર્મો માં કોઇ ખોટી બાબત ખોટી નથી ?? શુ વિદેશીઓ પોતાના ધર્મ નાં પ્રચાર પ્રસાર માટે "સિક્રેટ મિશનો" નહી ચલાવી રહ્યા હૌય ?? શુ આવા કિસ્સા ઓ ભારત માં નથી બન્યા ? એ જોવા ની તસ્દી લીધી ??
જો સામાજીક જ માનવતાવાદી વિચાર ધારાઓ તેઓ ચલાવે છે તો આ માટે એ લોકો એ શુ કર્યુ ?? અને કર્યુ ભલે નહી હોય ટીકા-ટીપ્પણી ઓ કેટલી આપી ??? ભારતિય આર્ય-ધર્મ વિરોધી ધર્મ ગંર્થોં વિરોધી બાબતો પરથી શીખ લેવા ને બદલે એની ત્રુટી ઓ શોધી નાખી અને કરવા માંડ્યા (દુષ)પ્રચાર .............છે હિંમત તેઓ ના માં કે અન્ય ધર્મ નાં ધાર્મિક ગંર્થો માટે કાઇ ગ્રંથ વિરોધી પ્રચાર પ્રસાર કરી શકે ???? અહીયા હુ ધાર્મિક બની ને નહી પરંતુ તટસ્થતા નાં મુલ્યો ની વાત કરુ છું
ધાર્મિક વિચારધારાઓ માં પડેલાં દુષણો માટે આજ થી નહી સ્વામિ વિવેકાનંદ કે રાજા રામમોહનરાય જેવા મહાનુભાવોએ અઢાર મી સદી થી સાફ સફાઇ નાં અભિયાનો પ્રસ્થાપિત કરેલા છે અને એનાં પરિણામો આજ ની પેઢી ભોગવી જ રહી છે
ક્યારેય કોઇ નાસ્તિક સંસ્થાઓ દ્વારા કોઇ પણ સામાજીક કર્યો કરતી સંસ્થાઓ ની શરુઆત થયી છે???? કેટલી સફળતાઓ મળી ? હોય તો બતાવો ...
ફકત અને ફ્કત સામાજીક દુષપ્રચાર નાં અને સમાજ ને નીચસ્લી કક્ષાએ લઇ જવાનાં કાર્યો કરે છે એ લોકો કેમ કે એ લોકો માટે કોઇ પણ કાર્ય સારુ કે ખરાબ નથી અથવા સત્કૃત્ય અને દુષ્કૃત્ય (પાપ અને પુણ્ય) ની વાખ્યા એ લોકો માટે એક થયી પડી છે જ્યાં વ્યાખ્યા જ એક થયી પડે ત્યાં માનવી દુરાચર કરતો ક્યાય ના અટકી શકે
જ્યારે આસ્તિક લોકો દ્વારા બનેલી લાખો સંસ્થાઓ સામાજીક કાર્યો અવિરત પણે કરે/થયી જ રહ્યા છે
માનવ સમાજ માં સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ સરસ્વતિ અને એવાં અગણિત ભારતિય મહાનુભાવો એ આખા વિશ્વ માં ડંકો વગાડ્યો છે અને રામકૃષ્ણ મિશન આજ ની તારિખે પણ અવિરત સામાજીક કાર્યો માં પ્રવૃત છે
સાચા રેશનાલીસ્ટો તો એ હતા જેમણે સમાજ ને સાચો માર્ગ બતાવ્યો !!! જે લોકો સાચા આર્થ માં ગ્રંથો નાં ગુઢાર્થો ને સમજી શક્યા પચાવી શક્યા અને સમાજ ને કુરિવાજો થી બચાવ્યો ..../ સમાજ ને માનવીય જીવન ને બિનજરુરી ધાર્મિક બાબતો માં થી કાઢી ને નવા જીવનધોરણો શિખવ્યા !!!
નાસ્તિકવાદ ને આગળ ધપાવવા માટે
ગૌતમ બુધ્ધ ના ક્વોટ નો ઉપયોગ
"હે લોકો,હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,"
–ગૌતમ બુદ્ધ
ક્યાક ક્યાંક આવા ક્વોટ વંચાયા જ્યાં બૌધ્ધધર્મ જે નાસ્તિકતા ને અનુસરતી એ વિચારધારા ભારત માં કેટલી ચાલી ??
અને વિજ્ઞાન જાતે જ ઇષ્વરીય શક્તિઓ માં શ્રધ્ધા રાખતું હોય ( આગળ નાં આર્ટીકલ નાં સ્ત્રોત્ર સહીત) તો ઉપરોક્ત ક્વોટ મુજબ જ નાસ્તિકતા ને અનુસરવું એ શું "બુધ્ધિવાદ" છે?
જે લોકો એ તે સમય માં એ નાસ્તિકતા અપનાવી ત્યારે સમાજ ને માનવતાવાદ તરફી લઇ જવા ને બદલે શુ બન્યું એનાં અનેક સાધુ ઓ અને સાધ્વીઓ એ શુ લીલાઓ કરી ચર્વાક નાં સિંધ્ધાંતો મુજબ જ બિલકુલ એશો આરામ ખેર નાસ્તિકતાવાદ નો પ્રચાર પ્રસાર કરનારી પુસ્તિકાઓ માં તો ચર્વાક નાં ઇષ્વર ના હોવાના જ ક્વોટ નો ઉપયોગ કરાયો પણ ખરેખર એ (ચર્વાક ની વિચારધારા : ખાવુ પીવુ અને આંનદ પ્રમોદ માં રાચવું ) ઇષ્વર છે જ નહી તો મઝા કેમ ના કરવી ?? એમના માટે સત્કર્મ અને દુષ્કર્મ એક જ વ્યાખ્યા હતી અને એજ વાખ્યા બૌધ્ધધર્મી ઓ માં લાગુ પડી ગયી અને અંતે સમાજ માનવતાવાદ ને બદલે અફડાતફડી અને અંધાધુની માં રાચવા લાગ્યો (કેમ કે માણસ જાત કાયદાઓ નાં બંધન માં હોવા છતાં જો દુષ્કૃત્યો કરી શકે છે) અંતે ધાર્મિક પ્રચાર પ્રસાર બંધ થયો ( બૌધ્ધધર્મ માં અહિંસા ની હિમાયત કરાઇ પણ નકારાત્મક અભિગમ દુષ્કૃત્યો સુધી લઇ ગયો અને એનો જીર્ણ થયો શું નિકળ્યું એમાં થી ?? સમાજ ને માનવતાવાદ ને બદલે દુષ્કર્મો પ્રત્યે ખેંચી ગયો એનું મુખ્ય કારણ જ નાસ્તિકતા / નકારાત્મક અભિગમ ...!!
ચર્વાકવાદ : ભૌતિકવાદી વિચારધારા જે દેખાય એને માની શકવાની વૃતિ અને નાસ્તિકતા
यावज्जीवेत सुखं जीवेद ऋणं कृत्वा घृतं पिवेत,भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥
-ચર્વાક
આ વિધાન છે ચર્વાક નું ..... અર્થાત .... જ્યાં સુધી જીવવું બસ સુખે થી જીવવું જો આપણી પાસે સુખ નાં સાધનો નથી તો ઉધાર લઇ ને પણ મોજ કરવી ( દેવુ કરીને પણ ઘી પીવુ) એ સિવાય અર્થ-શાસ્ત્ર અને કામ-શાસ્ત્ર માં જ માનવું જેના થી મોજ મળે .... આવી હતી ચર્વાક ની વિચારધારા કે મોજ માટે કાઇ પણ કરતાં ખચકાવુ નહી ....શુ આ વિચારધારા માનવીય જીવન ને સમાજવાદી કે માનવવાદી બનાવી શક્યું હતું ?? કે વ્યાભિચારી ?? શું બન્યુ /? અને એનો ઇતિહાસ માં કેવો અંત આવ્યો હતો ?
આવાં નકારાત્મક અભિગમો નો લેખનશૈલી દ્વારા ઉત્તેજન આપી ને આપણે સાચા બુધ્ધિવાદી બનવા જઇ રહ્યા છીયે કે વ્યાભિચારવાદી અથવા નકારાત્મકવાદી ??
=============================================================================================================
એ સરસ ક્વોટ ગૌતમ બુધ્ધ દ્વારા લખાયેલો જો વિજ્ઞાન એની મર્યાદાઓ ને માની ને "ઇષ્વરીય઼ શક્તિ" નાં પરિમાણ માં વિષ્વાસ કરતું હોય તો ( હવે પછી નાં આર્ટીકલ માં સવિસ્તાર ) બુધ્ધિવાદી તરીકે નાસ્તિક શું કામ બનવું આસ્તિકો એ માનવકલ્યાણ નાં કામો કર્યા જ છે અને એ આખા જગત માં વ્યાપ્ત છે
બૌધ્ધ ધર્મ અનુસાર : સાચો ધર્મ એ છે જે પ્રજા નુ કલ્યાણ કરે બધા માટે જ્ઞાન ના દ્વાર ખોલી કાઢે જે ધર્મ એ સમાનતા નાં મુલ્યો ,કરુણા, સહનશીલતા અને મૈત્રી ને સમજાવી શકે અને કર્મો સર્વસ્વ બને .
ભૌતિક રીતે બધી જ વાત નૈતિકતા ની હતી ને ? પણ નાસ્તિકતા કેવા પ્રકાર ની વ્યાભિચારીતા તરફ દોરી ગયી અને અંતે એનો કરુણ અંજામ આવ્યો !!
આધુનિક નાસ્તિકતા ફેલાવતા રેશનાલીસ્ટ
"અનુયાયી ન બની ને જાતે જ પ્રમુખ બનવાની વાતો ની શીખામણ માં ક્યાંક એવુતો નથી ને કે તેઓ આવી ભ્રામક વાતો ફેલાવી ને લોકો ને પોતાના અનુયાયી બનાવવા ની ચેષ્ટા કરે છે !!!
સંસાર નો ઇતિહાસ સાક્ષી છે અને દેખીતી વાત પણ છે કે બધાં જ લોકો પ્રમુખ ના હોઇ શકે !!
ધર્મો નો વિરોધ અને નાસ્તિકતા ના પ્રચાર માટે જાતજાત ના ઉદાહરણો શું આખા જગત માં યુધ્ધો ફક્ત ધર્મો માટે જ થયા છે ?
પાછળ ના ૧૦૦/૨૦૦ વર્ષ માં જગત નાં કેટલા યુધ્ધો ધર્મો માટે થયા ? પાછલા બે હજાર વર્ષો ના ઇતિહાસ માં જુઓ દરેક યુધ્ધો શેના માટે થયા? મોગલો આવ્યા પહેલા નાં યુધ્ધો અને છમકલાઓ શેના માટે થયેલં ? ચડાઇ કરી ને ધન /ખજાના ની લુંટ માટે જ ,થયેલા કે બીજુ કાઇ ? એક આર્ટીકલ માં વંચાયુ કે હિટલરે કત્લેઆમ કરી નાખ્યો એ ધર્મયુધ્ધ હતુ ? ભારત-ચીન કે ભારત-પાક ધર્મ માટે લડ્યું હતું ? બાંગ્લાદેશ નો બદલો કાશ્મિર અને ફરીથી પણ કાઇક નવુ આવશે .. શું અમેરિકા એ ઇરાક/અફઘાન પર હુમલો ધાર્મિક બાબત હતી ? પણ એ જાણવા માટે ઇતિહાસ ના પાના ખોલવા જરુરી બને છે અને યુધ્ધો થવા નાના મોટા વાયોલન્સ થવા એ નાં માટે ધર્મો ક્યારેય જવાબદાર નથી એ સમજવા માટે "પોલીટીકસ" ના પાઠ ભણવા પડે ...
એક બીજી વાત એક જ ઘર માં ચાર પુત્રો હોય ત્યાં પણ આ જ થતુ હોય છે ત્યાં એ ઘર/કુંટુંબ એકજ ધર્મ/જાતિ/ભાષા નુ હોય છે છતા હત્યા સુધી ની ઘટનાઓ બને છે અને આજ સુધી એકેય કુંટુંબ એવુ નહી હોય જ્યાં માલ-મિલક્ત માટે ઝઘડાઓ ન થયા હૌય ....!!
દુનિયા માં દરેક ને પોતાની "સર્વોપરિતા" સ્થાપવી છે એ સિંકદર હોય , સોવિયેત, અમેરિકા, રશિયા, ચીન કે ભારત
નાના નેતા ને પોતાના સ્તરે થી ઉપર અને ઉપર ના ને એથી ઉપર અને છેવટે વૈશ્વિક સર્વોપરિતા અને એના માટે યુધ્ધો પણ થવાના અને જરુરી પણ છે કારણ કે જમાનો આજથી નહી જ્યાર થી માનવજાત નો જન્મ થયો ત્યાર થી દરેક ને સર્વોપરિ બનવુ છે અને એ વૃતિ ધર્મ ના કારણે નથી .... અને જો પોતે પોતાની સર્વોપરિતા સાબિત નહી કરીયે કે આત્મસંરક્ષણ નહી કરીયે તો લોકો તમને લુંટી જશે એના માટે પણ યુધ્ધો થતા જ રહેવાનાં છે આ એક ચક્ર છે જે હમેશા ફરતુ રહે છે
ઘણા બૌધ્ધિકો એકમત નથી કે રેશનાલીઝમ માં નાસ્તિકવાદ સાથે આગળ વધવુ કે ધર્મ ની સાથે ?? જોઇયે એક બીજી વાખ્યા
દોસ્તો, રૅશનાલીઝમની વ્યાખ્યા જ એવી છે કે, એમાં તર્કવીવેક (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર અને એ જ પ્રમાણેનાં નીતી–આચાર મુજબનું જીવન, અર્થાત વૈજ્ઞાનીક જીવનાભીગમ. આમ, રૅશનાલીઝમ એ કોઈ વીચાર કે વાદ માત્ર નથી; જીવન પદ્ધતી છે, જીવનકલા છે.
-એક આર્ટીકલ માં થી
ખુબ જ સરસ વ્યાખ્યા ને નાસ્તિકો કેમ સમજી નથી શકાતા/????
અને જો નાસ્તિકો ઇષ્વર માં માનતા નથી તો ઇષ્વરવાદી ઓ નો વિરોધ કરવા નું કારણ ??? એમેને ઇષ્વરવાદીઓ થી શેનો ડર છે ??
નાસ્તિકતા નો પ્રચાર કરતા મેગેજીન બાબત વાત કરીયે તો
જે લોકો ઇષ્વર ની અસ્વીકૃતિ માં માને છે એમણે એક મેગેજીન માં લખ્યુ કે
"પ્રાર્થના સભાઓ બંધ કરવી જોઇયે કેમ કે લોકો ના સમય નો બગાડ થાય છે એવુ પણ વાંચવા માં આવ્યું અને કારણો પણ અપાયા કે જવા - આવવા માટે ટ્રાવેલિંગ કરવુ પડે સમય ની બરબાદી થાય પૈસા ની બરબાદી થાય અને આજ ના જમાના માં સમય કોઇ પાસે નથી
એમને પુછો કે ઘર માં કોઇ નુ અતિ વ્હાલા જન નુ મૃત્યુ જોયુ છે ???
એ વેદના કેવી હોય છે એ અનુભવી છે ક્યારેય ??
એ લોકો એમ પણ કેહેશે કે અંત્યેષ્ટી પણ ના કરવી કેમ કે એમાં પણ સમય અને ખર્ચ થાય તો શુ પ્રાણી ઓ ની જેમ મરદા ઓ ને ફેકી દેવાના ?? અને માનવી ઓ જ બીજાઓ ના દુખ અને સુખ માં ભાગીદાર બનતા હોય છે અને એજ સદભાવનાઓ માં માનતા હોય છે તો શુ આપણે પાછા પશુ / પ્રાણી બની જઇ ને પાછા ઉતક્રાતિ વાદ તરફ પાછા જવાનુ છે શુ સમાજ ને હજારો વર્ષ પાછળ લઇ જવો છે ??/
પોતાની મન ના તંરગો મુજબ સ્વચ્છંદાતા માં રાચવા માટે નાસ્તિકો દ્વારા લવાયેલા નીતી નિયમો ને સમાજે પાળવાના છે ?
પ્રાર્થના
=====
જેમાં આધુનિક વૈજ્ઞાનિકો માને છે અને ઇતિહાસ માં થયી ગયેલા મહાનુભાવો એ પણ પ્રાર્થના નું બળ કબુલ કર્યું છે
એક ૬૦ થી ૮૦ વર્ષ ની વૃધ્ધાઓ ની ભજન મંડળી મહીને એકાદ વખત ભેગા થયી ને ભજન કરે છે અને ધાર્મિક સરઘસ માં જાહેર માં હાથ માં કરતાળ લઇ ને "ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો" ની ધુન પર સંગીત ની સાથે નૃત્ય કરે !! કારણ કે ધર્મએ માનવ જીવન અને સમાજ માટે બધી જરુરીયાતો ને અનુલક્ષી ને બધુ સ્થાપિત કર્યુ છે કારણ કે ૬૦ થી ૮૦ ની ઉંમંરે પહોચેલી વૃધ્ધાઓ કે વૃધ્ધો મોટે ભાગે પોતાના જીવનસાથી નાં મૃત્યુ પછી ના ઘડપણ માં જીવન માં એકલ્વાયાપણૂ પણ ભોગવતા હોય છે એ લોકો પોતાના પુત્રો - પુત્રવધુ અને પૌત્રો કે પૌત્રી નાં દેખતા આ ભજન મંડળ માં સંગીત સાથે નૃત્ય કરી શકે ....નહી કે "મુન્ની બદનામ હુઇ" નાં ડીજે ના તાલ પર...... કારણ કે મન ના આનંદ પ્રમોદ માટે આ બધુ જરુરી છે હવે આ લોકો આ બધુ ધાર્મિક ભજન દ્વારા મેળવી શકે તો નાસ્તિકો ને પેટ માં દુખે માનવીય જીવન ની સાથે એની ઉંમર અને અવસ્થાઓ પણ હોય છે અને એ બધી વ્યવસ્થાનું ધ્યાન માનવીય જીવન નાં પ્રથમ ચરણ માં રખાયું અને એ પછી માનવી નાં કલ્ય઼ાણ માટે સાયન્સ આવ્યું ..... !!!
માનવી માટે પ્રાથમિક જરુરીયાત પછી આનંદ, પ્રમોદ વગેરે ખુબ જ જરુરી છે અને એ અવસ્થાકીય હોય છે જે ધર્મ માં થી માનવ સંસ્કૃતિ નાં પાયા માં થી મળેલુ છે
નાસ્તિકો આત્મા છે કે નહી એ બધી બાબતો માં વિષ્વાસ ના કરે અરે એ લોકો વિષ્વાસ શબ્દ નો જ ભરોષો ના કરે માનવી ના જીવન માં આનંદ પ્રમોદ માટે પ્રંસંગો ઉજવે છે ખુશીઓ નાં સમયે ખુશી નો મત્યુ જેવા મત્યુ બાદ અંત્યેષ્ટી કે પ્રાર્થના સભા જેવા પ્રંસગો કરે તો ખોટું શુ છે એ કુરિવાજો નથી હા મૃત્યુ પછી કરાવવા માં આવતા ભોજન અથવા લગ્ન પ્રંસગે પરાણે કરાવવા માં આવતો ખોટો ખર્ચ અથવા દહેજ પ્રથા એ કુરિવાજો છે "પ્રસંગ" એ કુરિવાજ નથી એ માનવીય જીવન નુ જરુરી અંગ છે અને જો માનવી એ નહી ઉજવે તો પશુ અને માનવી બધા એક જેવા જ થયી જવાના તો શું સમાજ આવી નાસ્તિક વિચારસરણી દ્વારા આપણે ફરી થી પ્રાણી બનાવવાનો છે ????
શું સંતો અને મહાત્મા ઓ એ માનવ સમાજ ને ખોટા રસ્તાઓ બતાવ્યા છે ??? બતાવો ચાલો એવીડન્સ માં માનતા નાસ્તિકો ચાલો લાવો એવીડન્સ કે ઇતીહાસ માં પણ કયા સંત કે મહાત્મા સમાજ ને અધોગતી તરફ લઈ ગયા ???? અને માનવ સમાજ માં આગળ નાં ઉત્થાન ના તબક્કા માં જે પણ બિનજરુરી હતુ એ સંતો એ સાફ કરી ને સમાજ ને હંમેશા સદમાર્ગેજ લઇ જવાની તરફેણ કરી નહી કે સમાજ ને પાછા પ્રાણી બનાવવાની !!! અને જેઓ એ દુ: માર્ગે લઇ જવાની કોશિષ કરી હશે એમને સમાજે ક્યારેય સ્વીકાર્યા નથી અને એટલે જ એવા લોકો નાં ઇતિહાસ માં નામો નથી !!!
નાસ્તિક વાદ ને સાબિત કરવા માટે / એ ખરો છે એ બતાવવા માં ખોટી ભ્રામક માહીતી ઓ ફેલાવવા માટે આ લોકો સંતો અને મહાત્મા ઓ બદનામ કરવા નિકળી પડ્યા સાચા રેશનાલીસ્ટ તો સંતો હતા અને તેઓ નાસ્તિક નહોતા !!! કારણ કે માનવીય જીવન ની બધી અવસ્થાઓ ને એ પચાવી શક્યા હતા અને એનો સાહજીક સ્વીકાર કરતા હતા અને એટલે જ એમના નામો ઇતિહાસ માં સુવર્ણ અક્ષરો એ લખાયા
રોગ થયો હોય તો ઉપચાર દ્વારા એને દુર કરી શકાય રોગ મટાડવા માણસ ને નહી મારી નંખાય એવી જ રીતે ધર્મ માં ખોટી બાબત સાબીત થાય ત્યારે કુશળતા થી એને દુર કરવા ની હૌય માનવીય સમાજ નાં બહુપારિમાણ્વીય પાયા સંસ્કૃતિ ને દુર ના કરી દેવાય ...!!!
-શ્યામ શુન્યમનસ્ક
તા ૨૧/૧૦/૧૧
વાહ ..સરસ વાત
જવાબ આપોકાઢી નાખો